પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તીઓ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હેઠળની સૂચના અન્વયે પ્રોહીબિશન તેમજ જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા ડ્રાઇવ રાખવામાં આવેલ હતી. જે અનુસંધાનમાં વાલિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઝેડ.એન.ધાસુરા નાઓ તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાલિયા ટાઉનમાં હનુમાન ફળિયા ખાતે ખુલ્લી જગ્યામાં 7 જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. જેઓની પાસેથી રોકડ રકમ કિંમત રૂપિયા 12,550/- તેમજ 3 નંગ મોબાઈલ ફોન તથા જુગાર રમવાના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા 20,050/-ના મુદ્દામાલ સાથે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢી કુલ કિંમત રૂપિયા 20,050/-ના મુદ્દામાલ સહિત 7 જેટલા આરોપીઓને ઝડપી પાડતી વાલિયા ટાઉન પોલીસ.
Advertisement