Proud of Gujarat
GujaratFeaturedINDIA

શેરડી પકવતા ખેડૂતોને સૌથી વધુ લાભ મળે તે માટે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, વટારીયા દ્વારા આશાસ્પદ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

Share

શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી. વટારીયાના ચેરમેન સંદીપસિંહ માંગરોલા દ્વારા શેરડી પકવતા ખેડૂતોના લાભ માટે નવા પ્રોજેક્ટ મૂકવામાં આવે છે આવા જ એક પ્રોજેક્ટ માહિતી આપવા સંદીપસિંહ માંગરોલાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. પત્રકાર પરિષદ ની શરૂઆતમાં જ તેઓએે જણાવ્યું હતું કે આ ક્રાંતિકારી અને સાહસિક પ્રોજેક્ટના પાયલોટ પ્રોજેક્ટમાં સફળતા પ્રાપ્ત થઈ છે. ઘણા વર્ષોથી શેરડીનું ઉત્પાદન ઘણું નીચું જઈ રહ્યું છે. હાલ રાષ્ટ્રીય સ્તરે ઉત્પાદન 27.5 મેટ્રિક ટન પ્રતિ એકરે આવે છે. ત્યારે ગુજરાતમાં આ માત્રા માત્ર 21 થી 25 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. શેરડીનું ઉત્પાદન ખેડૂતોએ ૩૫થી વધારી ૧૧૪ ટન સુધી પહોંચાડ્યું છે. હાલ જે ખાંડ બજાર માં છે તેના અનુસંધાને આ ઉત્પાદનથી ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ દિન-પ્રતિદિન નબળી થઈ રહી છે ત્યારે શેરડીનું ઉત્પાદન કઈ રીતે વધારવું તે અંગેનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રના કૃષિ ભૂષણ એવોર્ડ દ્વારા સન્માનિત સંજીવ માનેની દેખરેખ હેઠળ કરવામાં આવ્યો. દક્ષિણ ગુજરાતની બીજી બધી સુગર ફેક્ટરીમાંથી માત્ર ગણેશ સુગર ફેક્ટરી એવી સુગર ફેક્ટરી છે જેના ચેરમેન અને ડિરેક્ટરો શેરડીના ત્રણ ગણા એટલે કે સો મેટ્રિક ટન પ્રતિ એકરના ઉત્પાદનમાં રસ લઇ પ્રોજેક્ટને સફળતા અપાવી છે. ગત વર્ષે ખેડૂતો સાથે ઉપસ્થિત રહી પાંચ જેટલી ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંજીવ માનેએ સચોટ માર્ગદર્શન આપ્યું હતું. ગણેશ સુગર ફેક્ટરીના કુલ 16000 સભાસદો છે જેમાં ઉત્પાદક સભાસદોની સંખ્યાં 5500ની છે. જે ઉત્પાદક સભાસદોમાંથી પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત 80 જેટલા ખેડૂતો શેરડી પકવી રહ્યા હતા જેનો સીધો લાભ ખેડૂતોને થઈ રહ્યો છે.

હવે પછી ક્રાંતિકારી પ્રોજેક્ટ પાંચ હજાર એકરમાં આ સફળ પ્રોજેકટને લાગુ કરી ખેડૂતોને આર્થિક લાભ આપવામાં ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, વટારીયાના ચેરમેન સંદીપસિંહ માંગરોલા દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ ગાયત્રી મંદિરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિવસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : શું પત્રકારોને જનતા સમક્ષ નિષ્પક્ષ માર્ગદર્શન પૂરું પાડવાનો કોઈ હક્ક નથી..?

ProudOfGujarat

“सूरमा” के डायलॉग प्रोमो में संदीप सिंह के जीवन से जुड़े विभिन्न पक्ष से करवाया गया रुबरु!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!