દિનેશભાઇ અડવાણી
દેશભરમાં સંવિધાનના અધિકારનું હનન કરીને બંધારણ વિરુદ્ધ લોકો ઉપર જુલ્મ ગુજારતા સરકારી અધિકારી પદાધિકારી વિશેષ લોકો દ્વારા આચરવામાં આવતા અત્યાચારો માનવ અધિકારની રક્ષા માટે સતત કાર્યરત અને દેશભરમાં ૨૫૦ થી પણ વધુ જિલ્લામાં કાર્યરત એવી સમાજ સેવા અને માનવીય અધિકાર માટે લડત આપતી હુમન રાઈટસ એન્ડ સોશ્યલ જસ્ટિસ મિશન સંસ્થાનો ભરૂચમાં જુના નેશનલ હાઇવે ઉપર આવેલ હોટેલ કમ્ફર્ટમાં સંસ્થાના આગેવાનો કાર્યકરોનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સંસ્થાના સી.ઈ.ઓ ફારૂકકાઝી ખાસ હાજર રહ્યા હતા.તેમણે આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે દેશભરમાં હાલ બંધારણે આપેલા અધિકારોનું હનન કરીને અન્યાય અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે ત્યારે અમારી સંસ્થા કોઈ પણ જાતિ,ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના દરેક સમાજના લોકોની મદદ માટે પહોંચે છે.અમોને મળતી લેખિત ફરિયાદ બાદ અમારી સંસ્થાના કાર્યકરો આ મામલે ઝીણવટભરી તપાસ કરે છે અને જિલ્લા,તાલુકા અને જરૂર પડે તો રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તેની લેખિત રજુઆતો પણ કરે છે.હમણાં સુધી અમારી સંસ્થાએ પ્રધાનમંત્રીને જે પણ અન્યાય અંગે રજૂઆતો કરી છે તેનો એક મહિનામાં જ ઉકેલ આવી જાય છે અને ન્યાયની પ્રક્રિયા ઝડપી બને છે. અમારી સંસ્થામાં કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ચીફ ઓબ્ઝર્વર યુસુફભાઈ પઠાણ,ભરૂચ જિલ્લા પ્રમુખ જહીર શેખ, ઉપપ્રમુખ મનીષભાઈ ટેલર, જયેશભાઈ સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.