પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા અંકલેશ્વર વિભાગ નાઓની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તીઓ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હેઠળની સૂચના આધારે નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશન અને જુગાર અસામાજિક પ્રવૃત્તિ અને નાબૂદ કરવા માટે પ્રયત્નશીલ હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે પો.સ.ઇ. કે.ડી.જાટ તથા પોલીસ સ્ટાફના માણસોએ ઝરણાવાડી ગામની સીમમાંથી આરોપી નં. (૧) અનિલ મોતી વસાવા રહે; ચાસવડ. (૨) પ્રદીપ ઉર્ફે બદલો ચંદુ પટેલ રહે; ચાસવડ. (૩) દાઉદ ઉર્ફે દેવા સોમા વસાવા રહે; હાથાકુંડી (૪) સુમન ગુલાબ વસાવા રહે; ઝરણાવાડી (૫) બાલુ છીતું વસાવા રહે; ચાસવડ (૬) વિનોદ સુરસિંઘ વસાવા રહે; ઝરણાવાડી (૭) મોહન ગામીયા વસાવા રહે; હાથાકુંડી નાઓ સ્થળ ઉપરથી પકડી પાડેલ અને તમામ આરોપીઓની અંગ ઝડતીમાંથી કુલ કિંમત રૂપિયા 5150/- તથા દાવ ઉપરના કિંમત રૂપિયા 7,500/- મળી કુલ કિંમત રૂપિયા 12,650/- તેમજ 4 નંગ મોબાઇલ કિંમત રૂપિયા 6000/-, 2 નંગ મોટર સાયકલ કિંમત રૂપિયા 50,000/- તથા ઓટોરિક્ષા કિંમત રૂપિયા 40,000/- તેમજ જુગાર રમવાના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા 1,08,650/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તેમજ પોલીસની રેડ દરમિયાન નાશી જનાર આરોપી આશિષ મુકેશ વસાવા, અલ્પેશ પ્રભાત વસાવા તથા મુકેશ અર્જુન વસાવા ત્રણેવ રહે; હાથાકુંડી નાઓની શોધખોળ કરી અટકાયત કરવા અંગેની તજવીજ ચાલી હાલ રહી છે.
જુગારના રોકડા રૂપિયા 12,650/-, 4 નંગ મોબાઈલ, વાહનો તથા જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 1,08,650/- ના મત્તાનો જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી નેત્રંગ પોલીસ.
Advertisement