દિનેશભાઇ અડવાણી
ભરૂચ થી દહેજ જવાના માર્ગે અને વાત-વાતમાં વિદ્યાર્થીઓને અને વાલીઓને વિવિધ કાયદાઓના પાઠ ભણાવનાર કહેવાતી ખ્યાતનામ આદિત્ય બિરલા સ્કૂલ ગેરકાયદેસર હોવાની વિગતો જવાળામુખીની જેમ બહાર આવતા સમગ્ર ભરૂચ જિલ્લામાજ નહિ પરંતુ બિરલા ગ્રુપ અને તેથી સમગ્ર દેશમાં હડકંપ મચી ગયો છે.આદિત્ય બિરલા સ્કૂલ ગેરકાયદેસર સાબિત થઇ છે.આ અંગેની ચોંકાવનારી વિગતો જોતા મનીષભાઈ ગઢવીએ આદિત્ય બિરલા સ્કૂલ જે જમીન પર ઉભી છે તે કેસરોલ ગામની સીમમાં આવેલ જમીન વાસ્તવમાં કોની જમીન છે તેની માહિતી મેળવવા RTI કરી હતી.આ જમીન કે જેની પર આદિત્ય બિરલા સ્કૂલ ની ઇમારત છે તેની કિંમત ૮ કરોડ કરતા વધુ અંદાજવામાં આવી રહી છે. આ સ્કૂલમાં ૧૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યારે આવી વારંવાર વિવિધ કાયદાઓનો વટ બતાવતી આ શાળા ગેરકાયદેસર હોવાનું હાલ પૂરતું જણાય રહ્યું છે એટલું જ નહિ પરંતુ આજ સ્કૂલમાં પતિ-પત્ની કચરા-પોતા કરી જીવન ગુજારતા હતા તેવા રાજુ રાઠોડ અને તેમની પત્ની ગીતાબેનની આ જમીન હોવાનું કાયદેસર જણાયું છે એટલું જ નહિ પરંતુ તંત્રની બલિહારી તો એટલી છે કે આ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વર્ષ ૨૦૧૮ મા બાંધકામ અંગેની પરવાનગી માંગવામાં આવી હતી.આવી પરવાનગીનો સીધો અર્થ એ થાય કે અત્યાર સુધી આ સ્કૂલ ગેરકાયદેસર રીતે ભૂતિયા અને બોગસ મકાનમાં ચાલતી હતી. ભલે શાળાની ઇમારત હોય પરંતુ કાગળ પર આ શાળાની ઇમારત બતાવાય ન હતી. તો બીજી બાજુ કેસરોલ ગ્રામ પંચાયત દ્વારા ૩,૩૦,૦૦૦ રૂપિયા સ્કૂલના વાહનો ઉભા રાખવા માટે વસુલ કરાયા છે.જોકે કેસરોલ પંચાયતે પણ ગૌચરની જમીન ભાડે કેમ આપી તે લોકચર્ચાનો વિષય બનેલ છે.ત્યારે બીજી બાજુ શાળામાં કામ કરતા રાજુભાઈના પિતાનું અવસાન થયું હોય આ જમીન ટોકન નાણાં આપી પડાવી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.જોકે આ સમગ્ર બાબત હાલ ચર્ચાના એરણ પર છે ક્યારે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેની રાહ જોવાય રહી છે એટલું જ નહિ પરંતુ સમગ્ર પ્રકરણમાં ૨૦-૨૨ વર્ષ થી કેટલા અમલદારોએ કેટલા રૂપિયાનો ભ્ર્ષ્ટાચાર કર્યો છે તેની પણ તપાસ થવી જરૂરી છે.આ સમગ્ર ઘટના અંગે RTI કરનાર મનીષભાઈ ગઢવીએ પ્રેસ કોન્ફેરેન્સ યોજી માહિતી આપી હતી.