Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ નગરના કસક વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો.તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા મળી કુલ ૨.૫૦ લાખ કરતા વધુની મત્તાની ચોરી કરી ફરાર…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ નગરના કસક વિસ્તારમાં તારીખ ૧૧/૭/૨૦૧૯ ના રોજ રાત્રીના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો.આ બનાવમાં તસ્કરોએ રોકડા નાણાં અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ૨,૫૦,૦૦૦ કરતા વધુની મત્તાની ચોરી કરી હતી.કસક વિસ્તારમાં થયેલ ચોરીના બનાવની વિગત જોતા સી-ડિવિઝન પોલીસ મથક ખાતે આ બનાવ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી.બનાવના ફરિયાદી યાસીન આદમભાઇ પટેલે જણાવ્યું હતું કે તારીખ ૧૧/૦૭/૧૯ ના રોજ રાત્રીના ૧૦ થી મળસ્કાના ૫ વાગ્યા સુધીમાં આ બનાવ બન્યો હતો.ફરિયાદી કસક વિસ્તારમાં મોબાઈલની દુકાન ધરાવે છે.તેઓ કુટુંબ સાથે ઘરના ઉપલા માળે સુતા હતા ત્યારે નીચેના દરવાજાનો નકુચો તોડી તસ્કરોએ મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરીમાંના સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂપિયા ૧૨૦૦૦ મળી કુલ ૨,૫૯,૫૦૦ ની મત્તાની ચોરી કરી હતી.આ બનાવ અંગે સી-ડિવિઝન પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement


Share

Related posts

વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચ ના જુના તવરા ખાતે ક્ષત્રિય સમાજે રૂપાલા સામે કર્યું વિરોધ પ્રદશન, ભાજપ ના નેતાઓ ની ફરમાવી પ્રવેશ બંધી

ProudOfGujarat

મોરબી ACB ટીમે છટકું ગોઠવી લાંચ લેતા ત્રણ શખ્શોને ઝડપી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!