દિનેશભાઇ અડવાણી
સમગ્ર ભરૂચ જિલ્લામાં નર્મદા નદી જીવાદોરી સમાન ગણાય છે ત્યારે ભાડભૂત થી નિકોરા સુધીની પટ્ટી અને તેના આગળના વિસ્તારમાં વસતા ૩૦ હજાર કરતા વધુ માછીમારો તારીખ ૧૨/૦૭/૧૯ ના શુક્રવારે એટલે કે દેવ પોઢી અગિયારસથી નર્મદા નદીના પવિત્ર જળમાં દુગ્ધાભિષેક કરી અને નર્મદા માતાને ચૂંદડી ચડાવી સદીયોથી ચાલતા આવતા રીત રિવાજ મુજબ પૂંજન અર્ચન સાથે માછીમારોએ માછીમારોની નવી મોસમનો પ્રારંભ કર્યો હતો.અંદાજે ૧૦૬૦ કરતા વધુ બોટોમાં ૬૫૦૦ સાગરખેડુઓ સવાર થઇ આશરે ૬૦ કી.મી કરતા વધુ સાગર ખુંદવા રવાના થયા હતા.ચાર મહિના સુધી માછીમાર સમાજના પુરુષો દરિયો ખેડી માછીમારી કરશે.ભરૂચ ઉપરાંત ભાવનગર,નવસારી અને વલસાડ જિલ્લાના માછીમારો પણ ભાડભૂત ખાતે આવી પોહ્ચ્યા હતા.એક કિનારે થી બીજા કિનારા સુધી નર્મદા નદીને દુગ્ધાભિષેક કરાયો હતો. એટલું જ નહિ પરંતુ મહિલાઓ ભજન મંડીઓ સાથે આ ઉત્સવમાં જોડાઈ નર્મદા નદી એટલે કે નર્મદા મૈયા અને દરિયા દેવનું પૂંજન કર્યું હતું.