દિનેશભાઇ અડવાણી
ભરૂચ અંકલેશ્વર શેહરી વિકાસ સત્તા મંડળ એટલે કે બૌડા દ્વારા નંદેલાવના ૨ કોમ્પ્લેક્સ ને સીલ કરાતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે મળતી માહિતી મુજબ અરજદાર સચિન પટેલે તારીખ ૧/૮/૨૦૧૮ ના રોજ અરજી કરી હતી તે સાથે મુકેશ.એસ.વસાવાએ પણ આજ અરસામાં અરજી કરી હતી.બૌડાને મળેલ આ અરજીના સંદર્ભે બૌડા કચેરી દ્વારા પત્રવવ્યહાર કરવામાં આવ્યો હતો. એટલું જ નહિ પરંતુ તાજેતરમાં બૌડા દ્વારા આર.પી.એ.ડી દ્વારા અયુબ ઇસ્માઇલ પટેલ રહેવાસી ન્યૂ મદની પાર્ક નંદેલાવ રોડ, ને નોટિસ આપી જણાવાયું હતું કે નંદેલાવ તાલુકા ભરૂચ ના સ.ન.૪ પૈકી એક પ્લોટ નંબર ૧,૨ માં આવેલ મદની એવન્યુ વાળી જમીનમાં બિનઅધિકૃત બાંધકામ અંગે અરજદારો દ્વારા અરજીઓ બૌડા કચેરીને મળતા સ્થળ તપાસ કરવામાં આવી હતી .જેમાં ભોંયતળિયે દુકાનનું તથા પ્રથમ માળે દુકાન/ફ્લેટ ,બીજા તથા ત્રીજા માળે રહેણાંક ફ્લેટનું અનધિકૃત બાંધકામ કરેલ હોવાનું માલુમ પડેલ છે. જેથી આ અંગે સુનાવણી રાખવામાં આવેલ હતી પરંતુ તેમાં અયુબ પટેલ ગેરહાજર રહેલ છે તેથી અરજીમાં દર્શાવેલ બાંધકામ હાલ પૂરતું સીલ કરવામાં આવે છે એમ બૌડા કચેરીએ જણાવેલ છે.