પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક એલ.એ.ઝાલા નાઓની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ ભરૂચ એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય.જી.ગઢવી તથા પોલીસ સ્ટાફના માણસો વાહન ચોરી, મિલકત સંબંધી તથા અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા જણાવેલ. આ બાબતે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ રોશનીનગરમાં યોગેન્દ્રપ્રસાદ ઉર્ફે જોગિંદર દાઢીના જય અંબે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉન પાસેથી એક આઇસર ટેમ્પો GJ 16 X 9301માં ભરેલ લોખંડની નાની મોટી પાઇપો, ચેનલો તથા સેક્શન તેમજ બીજો અન્ય લોખંડનો સામાન 5680 કી.ગ્રા. સાથે ડ્રાઇવર ગુલામ હૈદરઅલી અખ્તરઅલી ખાન રહે; બાપુનગર, અંકલેશ્વરનો તથા ગોડાઉનની અંદરથી ગોડાઉન માલિક યોગેન્દ્રપ્રસાદ કેવટ રહે; ગાર્ડન સીટી, અંકલેશ્વરનો ગોડાઉનમાં મુકેલ નટ-બોલ્ટ 230 કી.ગ્રા. તથા અલગ અલગ કંપનીના એલ.પી.જી. ગેસ સિલિન્ડર નંગ 15 તથા કોપર વાયર 6 કી.ગ્રા. સાથે મળી આવેલ. જેના કોઈ બિલ કે આધાર પુરાવા ન હોવાથી આ તમામ મુદ્દામાલ ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા લોખંડનો સામાન 5680 કી.ગ્રા. કિંમત રૂપિયા 01,02,240/- તથા ગેસ સિલિન્ડર નંગ 15ની કિંમત રૂપિયા 7500/- તથા નટ-બોલ્ટ 230 કી.ગ્રા. કિંમત રૂપિયા 4140/- તથા કોપર વાયર 6 કી.ગ્રા. કિંમત રૂપિયા 2100/- તેમજ આઇસર ટેમ્પો 4,00,000/- ગણી કુલ કિંમત રૂપિયા 05,15,240/-નો મુદ્દામાલ સહિત બન્ને ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ જય અંબે ટ્રેડર્સ નામના ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ લોખંડનું ભંગાર ભરેલ આઇસર ટેમ્પો તથા એલ.પી.જી. ગેસ સિલિન્ડરો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.
Advertisement