દિનેશભાઇ અડવાણી
મળેલ બાતમીના આધારે ભરૂચ LCB પોલીસે જોલવા ગામના જુગારધામ પર રેડ કરી હતી.ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ LCB ના ઇન્ચાર્જ PI જે.એન.ઝાલા ના માર્ગદર્શન હેઠળ LCB પો.સ.ઈ એ.એસ.ચૌહાણ તેમજ તેમની ટીમે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલલિંગમાં હતા ત્યારે પોકો મહિપાલસિંહને મળેલ બાતમીના આધારે દહેજ નજીક જોલવા ગામમાં આવેલ ચાઇના સ્ટીલ કંપની પાસે આવેલ વેલકમ ફ્લેટ નંબર એ-૩/૨૦૩ માં દરોડો પાડતા જુગાર રમતા ચાર આરોપીઓને ઝડપી પાડેલ છે.આ આરોપીઓમાં (1).રામભરોસે ગિરધારી કેવટ રહેવાસી ,મનોરથમ બંગ્લોઝ મકાન નંબર-૧૮ શ્રવણ ચોકડી પાસે ભરૂચ,મૂળ રહેવાસી નયાગાવ તાલુકો પીપલદા જિલ્લો કોટા.(૨).સિરાજભાઈ મુસાભાઇ પટેલ રહેવાસી નવું ફળિયું જોલવા તાલુકો વાગરા.(૩).મિન્હાઝ હનીફભાઇ પટેલ રહેવાસી નિશાળ ફળિયું જોલવા.(૪).અસહાક ઉર્ફે અસફાક હનીફભાઇ પટેલ રહેવાસી મદીના હોટલ નાગોરીવાડ ભરૂચ .આ ચાર આરોપીઓની અંગઝડતીના રોકડા રૂપિયા ૮૯૦૫૦ તથા દાવ ઉપરના રોકડા ૧૪૦૦૦ મળી કુલ રોકડા ૧૦૩૦૫૦ તથા મોબાઈલ ફોન નંગ-૫ કિંમત રૂપિયા ૮૨૦૦૦ તથા વાહન કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા ૬૮૫૦૫૦ LCB પોલીસે જપ્ત કરેલ છે.આ કામગીરીમાં LCB પોલીસના PSI એ.એસ.ચૌહાણ ,હેકો હિતેશભાઈ તથા પોકો મહિપાલસિંહ,પાલસિંહ,વિશાલ વગેરેએ યશસ્વી કામગીરી બજાવી હતી.