Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ:લગ્નની લાલચ આપી યુવતી સાથે શરીર સુખ માંડ્યા બાદ યુવકે લગ્નની ના પાડતા નોંધાઈ પોલીસ ફરિયાદ…

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી યુવતીને એજ ગામમાં રહેતા યુવકે લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ આચરી યુવતીને સગર્ભા બનાવતા યુવતીએ લંપટ યુવક વિરુદ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. પોલીસ સુત્રિય માહિતી અનુસાર ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી એક યુવતીને ત્રણેક વર્ષ અગાઉ તેની સખીના લગ્નમાં યુવક સાથે મુલાકાત થઇ હતી જે મુલાકાતથી યુવક યુવતી વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

Advertisement

યુવતીના પિતાની યુવતીના લગ્ન માટે અંકલેશ્વર તાલુકાના એક ગામ ખાતે એક યુવક સાથે લગ્ન માટે વાતચીત ચાલતી હતી જેની જાણ લપંટ યુવકને થતાં યુવકે યુવતીને હું તારી સાથે લગ્ન કરીશ તું અન્ય યુવક સાથે લગ્ન કરવાનું કેમ કહે છે ? ત્યારબાદ યુવકે યુવતીના ઘરની બાજુમાં આવેલા એક ભાઈના ગભાણમાં યુવતીને મળવા બોલાવી લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે શરીર સુખ માણવા યુવતીની મરજી વિરૂદ્ધ માંગણી કરી હતી.ત્યારબાદ યુવકે યુવતીની મરજી વિરૂદ્ધ યુવતી સાથે શરીર સુખ માણ્યું હતું. ત્રણ થી ચારવાર યુવતી સાથે શરીર સુખ યુવકે માણ્યા બાદ યુવતી સગર્ભા બનતાં યુવકે યુવતીને તરછોડી દઈ ગત ૧૨મી મે ૨૦૧૯ ના રોજ ભરૂચ તાલુકાના એક ગામની યુવતી સાથે યુવકે લગ્ન કરી લીધા હતા. જે બાબતે યુવતીએ યુવકને પૂછતાં યુવકે યુવતીને તારાથી થાય તે કરી લે તારી સાથે લગ્ન નહીં કરું અને તું આ બાબત કોઇને કહીશ તો યુવતીને બદનામ કરી નાંખવાની ધમકી પણ લંપટ યુવકે આપી હતી. યુવતીને પોતાની તથા પોતાના પરિવારની આબરૂ જવાની બીકે યુવતીએ ઘરમાં જાણ કરી ન હતી.પરંતુ યુવતી સગર્ભા બનતા સમગ્ર મામલો પ્રકાશમાં આવતા યુવતીના માતા પિતાએ યુવકના માતા પિતાને સમગ્ર હકીકત જણાવતા લંપટ યુવકના માતા પિતાએ યુવતીના માતા પિતા સાથે ઉધ્ધતાઇભર્યું વર્તન કરી મારો પુત્ર તમારી પુત્રી સાથે લગ્ન નહીં કરે થાય તે  કરી લેજો. એમ યુવતીએ પોલીસ ફરિયાદમાં લખાવ્યું છે. જે સંદર્ભે ભોગ બનનાર યુવતીએ લંપટ યુવક વિરૂદ્ધ પાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લપંટ યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડિયાના વલી ગામ નજીક મોટરસાયકલ પર દેશી દારુ લઇને જતો ઇસમ ઝડપાયો.

ProudOfGujarat

દેવું ઉતારવા પોલીસને દોડતી કરી : ભરૂચ-અંકલેશ્વર માર્ગ પર 45 લાખની લૂંટ મામલે તપાસમાં ફરિયાદી જ આરોપી નીકળતા ચકચાર

ProudOfGujarat

જામનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા કાર્યશાળા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!