દિનેશભાઇ અડવાણી
તારીખ ૪/૭/૨૦૧૯ ના રોજ ભરૂચ શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પૌરાણિક ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા રવાના થઈ હતી.તે દરમિયાન બાદશાહી મસ્જિદ નજીક આવેલ મોટાચાર રસ્તા પાસે રથયાત્રા ઉપર કોઈ અસામાજિક તત્વોએ પથ્થરમારો કરતાં નાસભાગ થતાં પોલીસે સમય સુચકતા વાપરી ભગવાન જગન્નાથજીના રથ સહિત રથયાત્રાને નિયત રૂટ ઉપર આગળ વધારી હતી.તે સમયે મોટાચાર રસ્તા ખાતે હાજર રથયાત્રાના માણસો ઉપર તથા પોલીસ માણસો ઉપર ફુરજારોડ તરફથી મુસ્લિમ સમાજના આશરે ૨૫ થી ૩૦ જેટલા ટોળાએ પથ્થરમારો કરતા પોલીસે જરૂરી બળ વાપરી ટોળાને વિખેરી નાખેલ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રથયાત્રા પૂરી કરવામાં આવી હતી.ત્યારબાદ પોલીસે આ બનાવ બાબતે તપાસ હાથ ધરી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન પો.સ.ઈ એમ.એસ.મુનિયાએ સરકાર તરફે ફરિયાદી બની ગુનો દાખલ કરાવેલ અને જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર.શર્મા કરી રહ્યા છે.આ ગુનાના કામે તપાસ દરમિયાન બનાવના વિડીયો તથા બનાવવાની જગ્યાની આજુબાજુના વિસ્તારો તથા અન્ય લોકોની પૂછપરછ કરી નિવેદન લેવામાં આવ્યું છે અને આ ગુનામાં સંડોવાયેલ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર કુલ-3 તથા નીચે જણાવેલ નામવાળા કુલ પાંચ ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે.આ ગુનામાં પકડાયેલા આરોપીઓ ઉપરાંત અન્ય આરોપીઓ બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.
(૧).મહમદ સિદ્દીક ગુલામ મહમદ અમીન શેખ, ઉમર વર્ષ ૩૪, રહે ફુરજા રોડ, બરકતવાડ ભરૂચ.
(૨).મોહસીનખાન એહસાનખાન,ઉંમર વર્ષ ૨૫, રહે ફુરજા રોડ, બરકતવાડ ભરૂચ.
(૩).એહબાઝખાન એહસાનખાન પઠાણ, ઉંમર વર્ષ 22 રહે ફુરજા રોડ, બરકતવાડ ભરૂચ.
(૪).જબ્બાર ગુલામ મકદૂમ શેખ, ઉંમર વર્ષ ૪૦, રહે ચારરસ્તા ફુરજા રોડ સિંધીકેટની સામે ભરૂચ.
(૫).શેખ મોઈન ઈકબાલ, ઉંમર વર્ષ ૨૫, રહે મેઘમાઈ મસ્જિદ પાસે ભરૂચ.