Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ: ચોરીના લેપટોપ તથા બે મોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલસીબી પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર મીરાનગરમાં સુરજ મોબાઈલ શોપનો સંચાલક ચોરીના ફોન અને લેપટોપ વેચવાની ફિરાકમાં છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી શોપમાંથી એક લેપટોપ અને બે ફોન મળી આવ્યા હતા.પોલીસે લેપટોપ અને ફોનના બીલના આધાર પુરાવા માંગતા તેણે રજુ નહી કરતા પોલીસે મૂળ યુપીના અને હાલ મીરાનગરમાં રહેતા મંગેશ કુપાશંકર વિશ્વકર્માને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ કરતા તેણે લેપટોપ અને બે ફોન ગડખોલ પાટિયા સ્થિત મહેન્દ્રનગર-૨ માં રહેતા રવીન્દ્ર ઉર્ફે ગોરખા પાસેથી લેપટોપ કિંમત રૂપિયા ૩૫૦૦ માં અને બે ફોન ૩ હજારમાં ખરીદયા હોવાનું કબુલ કરતા પોલીસે કુલ ૬૫૦૦ નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર શહેર ના ચોક્સી બજાર ખાતે ઇન્કમટેક્સ ના દરોડા થી વેપારીઓ માં ફફડાટ ની લાગણી છવાઈ હતી……

ProudOfGujarat

ધી પાલેજ હાઈસ્કૂલ પાલેજનું S.S.C બોર્ડનું ૭૬.૭૨ ટકા પરિણામ આવ્યું.

ProudOfGujarat

કરજણ તાલુકાના કલા શરીફ ખાતે હોસ્ટેલ તેમજ યતીમખાનાનો ઉદઘાટન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!