પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તીઓ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા હેઠળની સૂચના અન્વયે પ્રોહીબિશન તેમજ જુગારની પ્રવૃત્તિને નાબૂદ કરવા ડ્રાઇવ રાખવામાં આવેલ હતી. જે અનુસંધાનમાં એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી.રબારી નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ભરૂચના સબ ઇન્સ્પેક્ટર કે.એમ.ચૌધરી તેમજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે પાલેજ ટાઉનમાં બસ સ્ટેન્ડ પાસે ખુલ્લી જગ્યામાંથી આરોપી નિશાર ઉર્ફે બાબુ સત્તાર મેમણ. રહે; અંકુર સોસાયટી, પાલેજ. નાઓ ગેરકાયદેસર રીતે આંક ફરકાનો આંકડો લખી સટ્ટા બેટીંગનો જુગાર રમવાના સાધનો તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨૬.૭૧૦/-ના મુદ્દામાલ સહિત આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પાલેજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી આંકડાનો જુગાર ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ.
Advertisement