Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ:ગેરકાયદેસર તાંબાના વાયરોના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી ભરૂચ શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.બી.વાઘેલા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જી.આર.શર્માની સુચના અને માર્ગદર્શન હેઠળ મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સુચના આપવામાં આવી હતી.જે અનુસંધાને આજરોજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર થી બાતમી મળેલ કે બે ઇસમો પોતાની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ GJ-16 CG 2313 ને લઈને એક પ્લાસ્ટિકના મિણીયા થેલામાં તાંબાના વાયરો લઈને દહેજ થી ભરૂચ બંબાખાના તરફ ગેરકાયદેસર રીતે વેચાણ કરવા અર્થે આવનાર છે.જે બાતમી આધારે દહેગામ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી.દરમિયાન સદર બાતમીવાળા બે ઈસમો (૧).રાહુલભાઈ પ્રવિણભાઇ રાઠોડ, ઉંમર વર્ષ ૧૯,રહે અટાલી નવીનગરી તાલુકો વાગરા જીલ્લો ભરૂચ.(૨).સુનિલભાઈ દશરથભાઈ રાઠોડ,ઉમર વર્ષ ૨૦, રહે અટાલી નવીનગરી તાલુકો વાગરા જીલ્લો ભરૂચ.આ બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી એક મિણીયા થેલામાં તાંબાના વાયરો ૩૩ કિ.ગ્રામના તેની કિંમત રૂપિયા ૯,૯૦૦, મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૫૦૦૦,મોબાઇલ નંગ-૨ કિંમત રૂપિયા ૧૦૦૦ આ તમામ મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા ૩૫૯૦૦ નો મુદ્દામાલ CRPC-૧૦૨ મુજબ વધુ તપાસ અર્થે કબજે કરવામાં આવેલ છે અને સદર બંને ઇસમોની સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement


Share

Related posts

નડિયાદમાં પૂર્વ સી.એમ એ ૧૯૪ તપસ્વીઓને પારણા કરાવાયા.

ProudOfGujarat

રવિવારે વડોદરામાં 14 મોટા ગરબામાં 3 લાખ ખેલૈયાઓ ગરબે ઘુમ્યા

ProudOfGujarat

ભરૂચનાં સાબુગઢ પાસેથી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!