દિનેશભાઇ અડવાણી
તારીખ:05.07.19
ઝગડિયા જી.આઈ.ડી.સી. માં આવેલ સેન્ટ ગોબિન નામની કમ્પનીમાંથી 3 ટ્રકો ભરી ગેરકાયદેસર રીતે વેસ્ટ નિકાલ કરતા સ્થાનિકો દ્વારા ગાડી ને પકડી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી છે. જ્યાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ 3 ટ્રકો જે કોલસા ખાલી કરવા કમ્પનીમાં આવી હતી.આ જ ટ્રકોમાં સેન્ટ ગોબિન કમ્પની દ્વારા તેમનો વેસ્ટ ભરી માંડવા ગામ ની હદ માં આવેલ ભરૂચ શહેરના ઘન કચરાના નિકાલ માટે બનાવેલ (ગેરકાયદેસર) ડમપિંગ સાઇટ પર ખાલી કરવા માટે ભરવાંમાં આવી હતી અને આ ટ્રકોને વાહનની પાવતીઓ પાનોલી ની કમ્પનીની બનાવી હતી. આમ વેસ્ટ નિકાલ નું ગેરકાયદેસર કૌભાંડ આચારતું હતું.
આ ત્રણેય ટ્રકો ઓવરલોડ હોવાના કારણે અને વ્યવસ્થીત પેકીંગ ના હોવાના કારણે તેમાંથી વેસ્ટ જાહેર માર્ગો પર પડી રહ્યું હતું જેથી સ્થાનિક ગ્રામજનોએ રોકી પોલીસ ને સ્થળ પર બોલાવ્યા હતા. જ્યાં વાહન ચાલકોની કબૂલાતમાં ઉપરોક્ત કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
મળતી માહિતી મુજબ ફૂલવાડી અને કપલસાડી ગામના રહીશો દ્વારા ઝઘડિયા ખાતે આવેલી સેન્ટ ગોબિન કંપની માંથી શંકાસ્પદ વેસ્ટ ભરેલી ત્રણ હાઇવા ટ્રકો પસાર થતી હતી. તે વેળાએ ટ્રકોમાંથી વેસ્ટ બહાર રસ્તા પર પડતા ગામજનોએ ટ્રક રોકી તપાસ કરતા તેમાં કંપનીનું વેસ્ટ હતું.જે વેસ્ટ ભરેલી ટ્રકોને પોલીસ સ્ટેશન લાવી કાયદેસર કરવા માંગ કરી હતી.વેસ્ટ ભરેલી હાઇવા ટ્રક નંબર GJ-05 BV 9553,GJ-05 BV 5253 તથા GJ-05 BV 7253 જેની ઉપર સાઈ હરિહર કારગો મૂવર્સ લખેલ છે.તેની અટક કરી ટ્રાફિક નિયમન મુજબ પોલીસે કાર્યવાહી કરી છે.
વધુ મળતી માહિતી મુજબ સવારે જી.પી.સી.પી ના અધિકારીને માહિતી મળતા તેઓ પોલીસ સ્ટેશન આવી જપ્ત કરેલ ટ્રકોમાના વેસ્ટ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ અને જી.પી.સી.પી આ બાબતે તલસ્પર્શી તપાસ કરશે કે કેમ? તેવી શંકા અને ચર્ચાઓ સમગ્ર પંથકમાં ચાલી રહી છે.