પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા વડોદરા રેન્જ તથા ભરૂચ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા નાઓની સૂચના મુજબ ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.જે.ધડુક તથા પોલીસ સ્ટાફના માણસો વાહન ચોરી તેમજ મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડિટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા માટે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર અંસાર માર્કેટમાં ધર્મેશ કમા ચાવડાના રોયલ એન્ટરપ્રાઇઝ નામના ભંગારના ગોડાઉનમાં તપાસ કરતા અલગ અલગ કંપનીના એલ.પી.જી. ગેસના ખાલી સિલિન્ડર નંગ. ૯ તથા એક હીરો હોન્ડા સીડી ડોન બાઇક તેમજ એક અન્ય ટી.વી.એસ. મોટર સાઇકલ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. આ ઉપરાંત ગોડાઉનમાં હાજર દેવેન્દ્ર અમરનાથ યાદવ. રહે; કોસમડી, તા; અંકલેશ્વર. નાઓની અટકાયત કરી સ્થળ પરથી મળી આવેલ ગેસ સિલિન્ડર તથા બન્ને મોટર સાઇકલના બિલ તેમજ આધાર પુરાવા અંગે તપાસ કરતા તમામ મુદ્દામાલના કોઈ પણ પ્રકારના આધાર પુરાવા રજૂ ન થઈ શક્યા હતા. જેથી તમામ મુદ્દામાલ કુલ રૂપિયા ૧૬.૫૦૦/-નો ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવ્યું હતું. વધુમાં આ તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવા હેતુસર અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
અંકલેશ્વર અંસાર માર્કેટ ખાતે ભંગારના ગોડાઉનમાંથી શંકાસ્પદ હાલતમાં બે મોટર સાઇકલ તથા એલ.પી.જી. ગેસ સિલિન્ડર ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી. પોલીસ.
Advertisement