Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ: શેરપુરાના એક યુવાનનું ઝરવાણી ધોધ ખાતે ડૂબી જતા મોત….

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે મિત્રો સાથે ફરવા ગયેલ ભરૂચના ૪ યુવાનો ઝરવાણી ધોધમાં ન્હાવા પડતા એક આશાસ્પદ યુવાનનું ડુબી જવાના પગલે કરૂણ મોત નીપજયું હતું.ઘટનાની મળતી પ્રાથમિક જાણકારી મુજબ ભરૂચના શેરપુરા ખાતે રહેતા ૪ યુવાનો કાર લઇને નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનીટી જોવા ગયા હતા.જયાંથી ચારેય યુવાનો કાર લઈને ઝરવાણી ધોધ જોવા ગયા હતા જ્યાં આ યુવાનો ધોધમાં નહાવા પડતાં ભરૂચના શેરપુરા ખાતે રહેતા આશાસ્પદ યુવાન સફવાન ટિલ્લાનું ડૂબી જવાના પગલે મોત નીપજયું હતું. ઘટનાની જાણ વાયુવેગે ભરૂચ શેરપુરામાં થતા જ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.બનાવની જાણ થતા જ મૃતક યુવાનના સગાવ્હાલાઓ તાત્કાલિક ઘટના સ્થળે પોહ્ચવા નીકળ્યા હતા.મળતી માહિતી મુજબ પાણીમાં બે યુવાનો ડૂબ્યા હતા.જેમાં એકનો બચાવ થયો હતો.જ્યારે સફવાનનું કરૂણ મોત નીપજયું હતું.

Advertisement


Share

Related posts

પંચમહાલમાં ધો.૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ, ગોળઘાણા આપી કેન્દ્રો પર આવકાર.

ProudOfGujarat

નડિયાદ નગરપાલિકાના બીજા અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખો બિનહરીફ વરણી કરાઈ

ProudOfGujarat

પંચમહાલ : ઘઉંની વૈજ્ઞાનિક પધ્ધતિ” વિષય ઉપર ખેડુતોના મુંઝવતા પ્રશ્નોનુ નિરાકરણ માટે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!