દિનેશભાઇ અડવાણી
દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ભરૂચની આશ્રય સોસાયટી ખાતેથી ભગવાન જગન્નાથની નગરચર્યા યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.ડી.જે ના તાલ વચ્ચે રથ માં સવાર થઇ નીકળેલી ભગવાન જગન્નાથ તથા પરિવારની નીકળેલી રથયાત્રાએ શહેરના માર્ગો ઉપર આકર્ષણ જમાવ્યું હતું.ઠેરઠેર ભાવિ ભક્તોએ રથયાત્રાના દર્શન કર્યા હતા.આ રથયાત્રા શહેરની આશ્રય સોસાયટીથી નીકળી નંદેલાવ રોડ વી.ડી ટાઉનશીપ, શ્રવણ ચોકડી, લિંકરોડ, શક્તિનાથ સુધીના વિસ્તારોમાં ફરી પરત આશ્રય સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિરે પોહચી હતી.
અંકલેશ્વર ખાતે પણ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના કમાલીવાડી ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.રથયાત્રામાં અંકલેશ્વરના સાધુ-સંતો તેમજ ભજન મંડળીઓ,અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.રથયાત્રા નિમિતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને તમામ ગતિવિધિઓ પર વોચ રાખી મોનીટરીંગ કરવામા આવ્યું હતું.
ભરૂચ
અંકલેશ્વર