ભરૂચની પ્રાઉડ ઓફ ગુજરાત વેબ પોર્ટલ તરફથી તમામ લોકોને દિવાળી, નૂતનવર્ષ તેમજ ભાઈબીજ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ગુજરાતીમાં જે રીતે મહિનાના પ્રથમ દિવસે પડવો અને બેસતો મહિનો કહેવાય છે, તે જ રીતે વર્ષના પ્રથમ દિવસને બેસતું વર્ષ કહેવામાં આવે છે. આ દિવસથી “વિક્રમ સંવત” અને “જૈન વિર સંવત”નું વર્ષ શરૂ થાય છે.
આજના દિવસે ગોવર્ધન પૂજા અને મંદિરો તેમજ દેવલયોમાં ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવે છે. આ નવા વર્ષની સવારનું આગમન કંઈક અલગ જ હોય છે, જેની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હોય છે. આજના દિવસે બધા લોકો એકમેકને ભેટે છે, વડીલો બાળકોને આશીર્વાદ આપે છે. તેમજ પાછલાં વર્ષમાં થયેલી ભૂલોને માફ કરી આગળ વધે છે. લોકો નકારાત્મક વિચારોનો ત્યાગ કરે છે અને નવા વર્ષનું પોઝિટિવ વિચારોથી આગમન કરે છે.
આજના શુભ દિવસે લોકોને ભાવભરી શુભકામનાઓ…
એક નવી સવાર સાથે…
તમારું નવું વર્ષ મંગલમય બને તેવી પ્રભુને પ્રાર્થના…