Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:આમોદ તાલુકાના નિવૃત કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

Share

દિનેશભાઇ અડવાણી

હાલના સમયમાં પૃથ્વીનું વાતાવરણ ખૂબ ગરમ થઇ ગયું છે તેમજ અનિયમિત વરસાદ પડી રહ્યો છે. દિન-પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણને અંકુશમાં લાવવા વિવિધ પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે ધરતીના આભૂષણ સમાન વૃક્ષો સામે હવે જાગૃતિ લાવવા દરેક નાગરિકે આગળ આવવું પડશે અને વધુને વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરી ઉછેર કરવો જોઈએ.પર્યાવરણ ટકાવી રાખવા વૃક્ષોનું રોપણ ખૂબ જ જરૂરી બની ગયું છે.

Advertisement

આમોદ તાલુકાના નિવૃત કર્મચારીઓ સાથે-સાથે આમોદ શહેરના પર્યાવરણ પ્રેમીઓ પણ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા.આમોદ શહેરનાં જાહેર સ્થળ વિસ્તાર હરિયાળી થી વધુ રળિયામણા લાગે તે આશય સાથે આમોદ તાલુકા નાં નિવૃત કર્મચારીઓ દ્વારા તેમજ પર્યાવરણ પ્રેમીઓ તેમજ આમોદ વન વિભાગના સહયોગથી 101 વૃક્ષ આમોદ નગરપાલિકાની સામે, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી તેમજ પોલીસ સ્ટેશન જેવા જાહેર સ્થળ વિસ્તાર ની બિન ઉપયોગી ખુલ્લી જગ્યા પર વડ,પીપળો સહિત લુપ્ત થતી જાતિના વૃક્ષો રોપણ કરવામાં આવ્યા હતા.

આગામી દિવસોમાં વધુને વધુ વૃક્ષારોપણ કરી તેમજ વૃક્ષોના જતન નાં સંકલ્પ સાથે આમોદ શહેર તેમજ તાલુકા માં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે એમ આમોદ તાલુકા નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ એમ.બી.પંડ્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું.આમોદ વન વિભાગે લીમડો,ખાટી આમલી તેમજ વડ પીપળો વગેરે વૃક્ષોના છોડ આપવાની બાંહેધરી આપી છે.


Share

Related posts

અંકલેશ્વર નજીકના એક ગામમાં એક સગીરા પર પાંચ જેટલા નરાધમોએ ગેંગ રેપ કર્યો હતો:  પોલીસ ફરિયાદ નોંધાઈ

ProudOfGujarat

હિમાચલ પ્રદેશથી ચાલતા ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં સુરત પોલીસને મળી સફળતા : મહિલા સહિત ત્રણની ધરપકડ..

ProudOfGujarat

કેમીકલયુકત પાવડરથી ડુપ્લીકેટ તાડી બનાવી વેચાણ કરતા ઇસમોને પકડી પાડતી નડીયાદ ટાઉન સર્વેલન્સ સ્કોવ્ઝ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!