દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન તથા સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં બનતા સાયબર ક્રાઇમના કેસોમાં જેમાં નાણાકીય છેતરપિંડીના બનાવમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થવા જણાવવામાં આવ્યું હતું.જેથી ભરૂચ જિલ્લાની સાઇબર ક્રાઇમ સેલની ટીમ હંમેશા આવા બનાવોમાં ભોગ બનનારને તાત્કાલિક મદદરૂપ થાય છે.ભરૂચ જિલ્લામાં સાઇબર ક્રાઇમને લગતા બનાવો જેવા કે એ.ટી.એમ ફ્રોડ,લોન-લોટરી ફ્રોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફ્રોડ,OLX માંથી ખરીદીને લગતા ફ્રોડ વગેરે બનાવોમાં છેલ્લા છ મહિનાથી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આવા બનાવોમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલિક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસના આધારે અલગ-અલગ બનાવોમાં સાયબર સેલ ભરૂચની ટીમ દ્વારા કુલ્લે રૂપિયા ૧૧,૯૮,૮૯૪ ભોગ બનનારના બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપ્યા છે.
હાલ સાયબર ક્રાઈમને લગતા બનાવોમાં લોકોને માહિતગાર કરવા માટે તેમજ હાલ બનતા ગુનાઓથી વાકેફ કરવા તથા સાયબર ક્રાઇમથી બચવા માટે શું-શું કરવું? તેના માટે ભરૂચ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા ફેસબુક પેજ “cyber crime cell bharuch” ઘણા સમયથી કાર્યરત છે.જે પેજ ને લાઈક કરી રોજ-બરોજ અપડેટ મેળવી માહિતી મેળવી શકાય છે.આ પેજ ફક્ત અવેરનેસ અને પ્રજાને સાયબર ક્રાઇમથી બચવા માટેની અપડેટ મુકવા માટે બનાવવામાં આવ્યું છે.