Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ પેરોલ ફલૉ સ્કોડ પોલીસે કસ્ટમ ઓફિસરના નામે છેતરપીંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફલૉ સ્કોડ પોલીસની ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રતિન વિસ્તારમાં આવેલ મોનાર્ચ હોટલમાં એક શંકાસ્પદ ઇસમ રોકાયો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રૂમ નંબર-૧૧૭ માં રોકાયેલ મુંબઈના હીરાનંદની ગાર્ડન સ્થિત ગોલેરીયા બી-વિંગમાં રહેતા અબ્દુલ રઉફ હસવારેની અટકાયત કરી તેની પાસેથી પાનકાર્ડ,મોબાઈલ ફોન મળી કુલ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કરી તેની પ્રાથમિક પૂછપરછ કરતા તે કસ્ટમ ઓફિસરના નામે લોકો સાથે છેતરપીંડી કરતો હોવાનું કબુલ કરતા પોલીસે તેની ધરપકડ કરી તેની વધુ તપાસ કરતા તેના વિરુદ્ધ વડોદરાના વાઘોડિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે વાઘોડિયા પોલીસને જાણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement



Share

Related posts

વડોદરામાં સયાજી હોસ્પિટલના તબીબોએ ગાયત્રી યજ્ઞ કરી વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લીંબડી શહેરમાં આવનાર સમયે સીટી બસ શરૂ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!