:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના ઝઘડિયા જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના યુનિટ ૨ માં ચોરી કરવા ઘુસેલા શખ્સોને ગાર્ડે પડકારતા લૂંટારું શખ્સો દ્રારા તીક્ષણ હથિયાર વડે ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા સિક્યુરિટી સુપર વાઈઝર ગાર્ડ રામપાલ પાલ ઉ.વ આશરે ૫૦ નાઓ નું ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું….
જયારે ઘટના અંગે ની જાણ ઝઘડિયા પોલીસ મથક ના પેટ્રોલીંગ કરી રહેલા કર્મીઓને થતા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યાં લૂંટારું ટોળકી દ્વારા પોલીસના બે જેટલા ખાનગી વાહનો ઉપર પણ હુમલો કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગતો મળી હતી..
હાલ તો ઝઘડિયા પોલીસે મામલાની ગંભીરતા સમજી સમગ્ર મામલા અંગે તપાસ ના ધમધમાત કરી અજાણ્યા હુમલાખોર લૂંટારુઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે…જેમાં થી બે થી ત્રણ ઈશમોને સમગ્ર મામલા માં પોલીસે અટકાયત કરી હોવાની પ્રાથમિક વિગતો પણ જાણવા મળી રહી છે…

