Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ ભૃગુપુર સોસાયટી ખાતે એક ખુલ્લા પ્લોટમાં આગ લાગતા મચી દોડધામ.

Share

ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પટેલ-ભૃગુપુર સોસાયટીમાં એક ખુલ્લા પ્લોટ ખાતે એકાએક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. મળતી સ્થાનિક માહિતી અનુસાર હાલ દિવાળી પર્વ ચાલી રહ્યો છે ત્યારે કોઈ ફટાકડાંનું તણખલું લાગી જવાથી સોસાયટીના એક પ્લોટમાં આગ લાગી ગઈ હોવાનું પ્રાથમિક અનુમાન દર્શાવાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ નગરપાલિકા પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. એક મીની ફાયર ટેન્ડરની મદદથી સમગ્ર આગ ઉપર કાબુ મેળવાયો હતો. આ સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજકોટમાં ટ્રાન્સજેન્ડરનો આક્ષેપ : કિન્નરોએ નગ્ન કરીને માર મારી વીડિયો રેકોર્ડ કર્યો: CP ને રજૂઆત.

ProudOfGujarat

ચંદ્રયાન-3 લક્ષ્યની નજીક, ચંદ્રની ચોથી કક્ષામાં પ્રવેશ્યું, 177 કિ.મી. જ દૂર

ProudOfGujarat

નડિયાદ : કપડવંજના બસ સ્ટેન્ડ પાસે બેકાબુ ટ્રકે ઉભેલી બે રીક્ષાને અડફેટે લેતાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!