દિનેશભાઇ અડવાણી
ગુજરાત સરકારના રમત-ગમત,યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ ગાંધીનગર હસ્તકના ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી- અમદાવાદ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી – ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે પેઇન્ટીંગ વર્કશોપનો એમિટી સ્કુલમાં આજથી શુભારંભ થયેલ છે. જેમાં ભરૂચ જિલ્લાની જુદી-જુદી શાળાઓના ૬ થી ૧૪ વર્ષના ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રાંત યુવા વિકાસ અીધકારી તેમજ મહાનુભાવો/તજજ્ઞો તરીકે પત્રકાર સંઘના પ્રમુખ જગદીશભાઇ પરમાર અને ફાઇન આર્ટસ કોલેજના નિવૃત્ત આચાર્ય શાંતીલાલ સુરતી તેમજ શાળાના આચાર્ય ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
Advertisement