દિનેશભાઇ અડવાણી
ભરૂચ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદી માહોલમાં પણ વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા હવે વર્ષો પુરાની બની છે.આજ થી વર્ષો પહેલા જે સ્થળો ઉપર પાણી ભરાતા હતા એ જ સ્થળો ઉપર આજે પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત છે.પ્રજાના પૈસે લાખ્ખોની ફિગર માં પગાર ધરાવતા અધિકારીઓ કર્મચારીઓ આજે પણ શહેરની સમસ્યાઓ દૂર કરવામાં નિષ્ફળ રહ્યા હોય તેમ શહેર માં વરસતા સામાન્ય વરસાદી માહોલમાં પાણી ભરાઇ રહ્યા છે તે બાબત ઉપર થી કહી શકાય તેમ છે.શહેરના નિચાણવાળા વિસ્તાર કસક, દાંડિયા બજાર, ફુરજા ચાર રસ્તા, ફાટા તળાવ, ગાંધી બજાર સહિતના વિસ્તારોના લોકો તો જાણે કે સામાન્ય વરસાદ માં પોતાના રોજગાર ધંધાની આશ જ છોડી દેતા હોય છે. અનેક વર્ષોના વરસાદી માહોલમાં રજુઆતો અને તંત્ર ના આશ્વાસન થી થતી કામગીરી અત્યાર સુધી નિષ્ફળ સાબિત થતી હોય તેમ લાગી રહ્યું છે.વરસાદી માહોલ ની શરૂઆત માં ભરાતા પાણીમાં એક તરફ પ્રજા ત્રસ્ત બની છે તો બીજી તરફ તંત્રના અધિકારીઓ આ સમસ્યા ને કંઈ રીતે દૂર કરી શકાય તેના આયોજનો ઘડવામાં જ લાગ્યા હોય તેવી લોકચર્ચા ચાલી રહી છે.