Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી અજાણ્યા શખ્સો ફરાર.

Share

ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ સુપર માર્કેટ સામે ઘી કુડિયા વિસ્તારમાં આજરોજ સાંજના સમયે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મહેશભાઈ નિઝામા કોઈ કામ અર્થે આવ્યા હતા તે દરમિયાન બે જેટલા અજાણ્યા શખ્સોએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તેઓ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ઇજાગ્રસ્ત મહેશભાઈ નિઝામાને ૧૦૮ની મદદથી તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જે બાદ મહેશભાઈ નિઝામાને વધુ સારવાર મળી રહે તે માટે તેઓને શહેરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાલ સમગ્ર બનાવની જાણ ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ, દહેજ બાયપાસ રોડ પાસે આવેલ મુન્શી વિદ્યાધામમાં વેકસીનેશન કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

અંકલેશ્વર- અંતરનાથ મહાદેવ મંદિર ખાતે ગતરોજ ત્રણ હજારથી પણ વધુ કમળના ફૂલ ચઢાવવામાં આવ્યા…

ProudOfGujarat

ભરૂચ : 108 ઈમરજન્સી સેવા એ એમ્બ્યુલસમાં જ સફળ પ્રસુતી કરાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!