Proud of Gujarat
GujaratFeaturedINDIA

આજરોજ અંકલેશ્વર શહેરમાંથી બે આંતરરાજ્ય કુખ્યાત ગેગસ્ટરો ઝડપાતા ભરૂચ પોલીસનું મોટું ઓપરેશન પાર પડ્યું હતું.

Share

આંતરરાજ્ય કુખ્યાત ગેંગસ્ટરો કે જે વિવિદ્ય પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલા હતા અને હાલ ફરાર હોય એવા બંને આરોપી અંકલેશ્વરમાં છુપાયા હોવાની બાતમી ભરૂચ પોલીસ ને મળી હતી. જેના આધારે ભરૂચ જિલ્લા એસ.ઓ.જી., એલ.સી.બી. પોલીસ સાથે મળી ઓપરેશન હાથ ધરતા બંને ગેંગસ્ટરોને અધડા કલાકમાં દબોચી લીધા હતા. કુખ્યાત ગેંગસ્ટર બ્રિજ ભૂસણ ઉર્ફે બુતુલ પાંડે અને મુન્ના પાંડેની ધડપકડ કરવામાં આવી હતી. આ બન્ને કુખ્યાત ગેંગસ્ટરો કે જેઓ up, mp, મહારાષ્ટ્ર સાથે વિવિધ રાજ્યોમાં લૂંટ-ધાડ કીડનેપિંગ અને પોલીસ ઉપર ફાયરિંગ સહિતના ગુન્હાઓમાં સંડોવાયેલ હતા. જેઓ હાલમાં વોન્ટેડ હોવાથી અંકલેશ્વર જનતા નગર વિસ્તારમાં છુપાયા હોવાની બાતમી મળી હતી. આજરોજ આ સમગ્ર ઓપરેશન પાર પાડવા માટે પોલિસ પાસે માત્ર અડધો કલાકનો જ સમય હતો. જેમાં આ કુખ્યાત ગેંગસ્ટરો પોલીસ ઉપર ફાયરિંગ કરવાની ટેવ ધરાવતા હોવાથી પોલીસ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી હતી. આ દરમિયાન સ્થળ પર પહોંચેલી પોલીસને જોઈ સૌપ્રથમ મુન્નાએ પોલીસ ઉપર ફાયરિંગ કર્યું હતું. બાદમાં પોલીસે પણ સામે બે રાઉન્ડ ફાયરિંગ કરી વળતો જવાબ આપ્યો હતો. સામસામે ફાયરિંગમાં દરમિયાન બન્ને આરોપીઓ ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત બન્ને આરોપીઓને સારવાર અર્થે ભરૂચની સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ વધુ સારવાર માટે તેઓને વડોદરા સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : પ્રોહીબિશનનાં ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધતા ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો.

ProudOfGujarat

ઓલિમ્પિકમાં સામેલ થઇ શકે છે ક્રિકેટ, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતી કરી રહી છે સમીક્ષા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!