Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:વગુસણા પાસે ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માત- ક્લીનર નું મોત…

Share

પાલેજ તા.27/06/19
ઇમરાન ઐયુબ મોદી

નેશનલ હાઈવે નં-૪૮ ઉપર નબીપુર નજીક વગુસણા પાટીયા પાસે ટેમ્પો ચાલકે ઓવરટેક કરવા જતાં સ્ટેરીગ ઉપર કાબુ નહીં રહેતાં રોડ સાઈડ ઉપર ઉભેલી ટ્રક સાથે ધડાકા ભેર અથડાતાં ટેમ્પો માં સવાર ક્લીનર દબાય જતાં તેનું મોત નિપજ્યું હતું.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર નબીપુર નજીક વગુસણા ગામના પાટીયા નજીક નેશનલ હાઇવે ૪૮ પર આઇસર ટેમ્પોનાં ચાલકે આગળ ચાલતી ટ્રકને ઓવર ટ્રેક કરતાં રોડ ની બાજુ માં ઊભેલી ટ્રક સાથે ધડાકા ભેર ટેમ્પો અથડાતાં ટેમ્પા માં બેઠેલ ક્લીનર દબાઈ જવાથી તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.ટેમ્પો ડ્રાઈવર કૂદી પડતાં તેનો બચાવ થયો હતો.ગતરોજ વહેલી સવારે બોરું બાકરોલ તાલુકો કલોલ પંચમહાલનાં રહીશ બરકત ખાન યાકુબ ખાન બેલીમ તેમજ ક્લીનર રઝાક ખાન શબ્બીર ખાન પઠાણ આઇસર ટેમ્પો માં વાપી જી.આઇ.ડી.સી માં ટ્રાન્સપોર્ટ માંથી કાર્ટુન ભરી વડોદરા રેલવેસ્ટેશન જવા નીકળેલા અને જે સવારે સાડા ત્રણ વાગે ભરુચ ટોલટેક્સ પસાર કરી તથા ભરુચ હાઇવે ૪૮ઉપર આવેલાં વગુસણા ગામ ના પાટીયા પાસે થી પસાર થતાં આગળ ચાલતી એક ટ્રક ની ખાલી સાઈડ થી ઓવર ટ્રેક કરવાં જતાં ટેમ્પા નાં ચાલકે સ્ટીરિંગ ઉપર કાબુ નહિ રહેતાં રોડ ની બાજુ ખાલી સાઈડ ઉપર ઉભેલી ટ્રક ની પાછળ ટેમ્પો અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો.ડ્રાઈવર ટેમ્પા માંથી કૂદી પડ્યો હતો.તેની બાજુમાં બેસેલ ક્લીનર રઝાકખાન શબ્બીર ખાન પઠાણ ટેમ્પા માંથી કૂદવા જતાં તેઓ ટેમ્પા માં ફસાઈ જતાં તેઓ ને માથા માં અને શરીર નાં ભાગે ગંભીર ઇજા ઓ થતા તેઓનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતું.આ અંગે નબીપુર પોલીસે કાયદેસર કાગળો કરી અકસ્માત અંગે નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Share

Related posts

સેવા અને ત્યાગ મુર્તિ એવા પુર્વે ધારાસભ્ય મહંમદ ભાઈ ફાંસીવાલા ની શ્રધ્ધાજંલી સભા યોજાઈ

ProudOfGujarat

ભરૂચ શુકલતીર્થ રોડ પર થી ૧૨ થી વધુ શંકાસ્પદ ઓવરલોડ ટ્રકો ખાળખનીજ અને આરટીઓ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવી હતી

ProudOfGujarat

ગરૂડેશ્વર ખાતે નવ નિયુક્ત A.P.M.C નું ઉદધાટન કરાયું. ૬૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર નિર્માણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!