Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ: ઉમરા ગામે તબેલામાંથી ૧૦ લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી જંબુસર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

જંબુસર પોલીસના ઇતિહાસમાં પ્રથમવાર મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.જંબુસર વિભાગીય પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલની સુચના અને માર્ગદર્શન હેઠળ જંબુસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.રાઠવા ને બાતમીદાર થી મળેલ બાતમીના આધારે જંબુસર તાલુકાના ઉમરા ગામની સીમમાં એક ઢોરના તબેલા ઉપર પોલીસ સ્ટાફ સાથે દરોડા પાડયા હતા.જેમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પોલીસે દરોડા પાડી ૨૪૦ પેટી મળી કુલ અંદાજિત ૧૦ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જયારે બુટલેગર યોગેશ પટેલ ફરાર થઇ જતા તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement


Share

Related posts

ઝઘડિયા તાલુકાની સગીર બાળાનું અપહરણ કરનાર ઇસમને પોલીસે ઝડપી લીધો.

ProudOfGujarat

ગર્વ અને ઉત્સાહ: તાહિર રાજ ભસીન ‘યે કાલી કાલી આંખે’ની સીઝન 3 વિશે વાત કરે છે

ProudOfGujarat

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!