Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી પોલીસે પાનોલીના મહારાજા નગર પાસેથી ચોરીની બાઈક સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડ અને એલ.સી.બી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પાનોલીના મહારાજા નગર નજીકના ગેરેજ વાળાને રીઢો બાઈક ચોર બાઈક વેચવા આવ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસને સ્થળ પરથી હોન્ડા એવિએટર મોટર સાઇકલ મળી આવી હતી.પોલીસે તેના દસ્તાવેજો માંગતા બંને ઇસમોએ રજુ નહી કરતા પોલીસે ખરોડ ગામના લહેરી ફળિયામાં રહેતા અનસ ફારુક લહેરી અને શબ્બીર યાકુબભાઈ બેરાની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી એક બાઈક અને બે ફોન મળી કુલ ૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરતા બાઈક ચોરી કરી હોવાનું માલુમ પડતા પોલીસે બંનેની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

પીરામણ ગામ માં મૂંગા પ્રાણી એ પોતાનો જીવ ગુમાવી લોકોનો જીવ બચાવ્યો, બનેલી ઘટના ની પોલીસ ફરિયાદ કરાઇ…

ProudOfGujarat

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરુચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ પાઠવવામાં આવી.

ProudOfGujarat

ખેડામાં પાર્લરની આડમાં ચાલતો દારૂનો ધંધો ગાંધીનગર વિજલન્સ ટીમે દરોડો પાડી પર્દાફાશ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!