દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા તેમજ જિલ્લામાં બનતા મિલકત સંબંધી તથા વાહન ચોરીઓ અંગેના ગુનાઓ શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને પો.સ.ઈ વાય.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલૉ સ્કોડની ટીમના માણસો આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોલવણા ગામના પાટિયા પાસેથી યુનુશભાઇ અબ્દુલ્લા પટેલ ઉંમર વર્ષ ૫૦ રહે,કોલવણા ગામની બિરાદર ફળિયા તાલુકો.આમોદ જીલ્લો.ભરૂચને એક નંબર વગરની સફેદ કલરની મેસ્ટ્રો મોટરસાયકલ જેનો એન્જિન નંબર GJ32AAAEGM18253 છે.જેની કિંમત રૂપિયા ૧૫૦૦૦ તેમજ કોઈપણ જાતના આધાર પુરાવા કે આર.સી બુક ન મળી આવતા સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ છે અને આરોપીને સી.આર.પી.સી કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી આમોદ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડના HC ઈરફાન અબ્દુલ સમદ,HC જયેન્દ્રસિંહ મહોબતસિંહ,HC મગનભાઈ દોલાભાઈ,પો.કો નિલેશભાઈ નારસિંગ,PC ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ,LRPC નિમેષભાઈ નવીનભાઈ તથા LRPC અનિલભાઈ દીતાભાઇ દ્વારા ટિમવર્કથી કરવામાં આવી હતી.