દિનેશભાઇ અડવાણી
ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૮ માં વડાપ્રધાને જાહેર કરેલ રૂપિયા ૧૫૦૦ નો વધારો ગુજરાત સરકારે ચૂકવ્યા ન હોવાનું જણાવી નિવૃત્તિ વય મર્યાદા,જીલ્લા ફેર બદલી,પ્રમોશન વય મર્યાદા સહીત ના ૧૨ જેટલા વિવિધ પડતર પ્રશ્નો સંદર્ભે ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે દેખાવો યોજી મહિલા બાળવિકાસ મંત્રીને સંબોધેલા આવેદન પત્ર જીલ્લા કલેકટર ને પાઠવ્યું હતું.જીલ્લા પ્રમુખ રાગિણીબેન પરમાર સહિત અન્ય હોદ્દેદારો એ આંગણવાડી બહેનો ની પડતર માંગણીઓ અને પગાર વધારા જેવી બાબતો ની સમસ્યા વડાપ્રધાનને ન સમજ પડે તેમ કટાક્ષ માં કહી મુખ્યમંત્રી સહીતના આગેવાનો માટે પણ આકરા શબ્દો ઉચ્ચાર્યા હતા.આંગણવાડી બહેનો ના પ્રશ્નો નું નિવારણ નહિ કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
Advertisement