Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૧૨ વર્ષથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને પો.સ.ઈ વાય.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલૉ સ્કોડની એક ટીમ બનાવી વલસાડ જિલ્લામાં આરોપીઓની તપાસમાં ગયા હતા.તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાલિયા પોલીસ સ્ટેશન ગુ.રુ.નંબર III ૫/૨૦૦૭ પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫-એ.ઈ,૧૧૬(ખ) મુજબના ગુનામાં છેલ્લા બાર વર્ષથી નાસતો ફરતો આરોપી યશવંતભાઈ ઉર્ફે જશવંતભાઈ ગાંડાભાઈ પટેલ ઉર્ફે ભંડારી રહેવાસી કીકરલા સડક ફળિયા તાલુકો.પારડી,જિલ્લો.વલસાડ ને આજરોજ સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી વાલિયા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડના અ.હે.કો જયેન્દ્રસિંહ મહોબતસિંહ તથા એલ.આર.પી.સી નિમેષભાઈ નવીનભાઈ તથા અનિલભાઈ દીતાભાઈ તથા વુમન એલ.આર.પી.સી નીતાબેન રમણસીંગ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચનાં સ્ટંટ બાજોની કરતબ 5 કિશોર સાથે બાઈક પર સ્ટંટ સી.સી.ટી.વી.માં જણાય છતાં કોઈ પગલાં નહીં.

ProudOfGujarat

મુંબઇ જતાં વાહનોને એક્સપ્રેસ હાઇવે પર શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયા સાવચેત.

ProudOfGujarat

અમદાવાદમાં ફરી એકવાર MD ડ્રગ્સ ઝડપાયું, 2.26 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!