દિનેશભાઇ અડવાણી
પોલીસ મહાનિરીક્ષક અભયસિંહ ચુડાસમા વડોદરા વિભાગ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન આધારે એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી ચાલી રહી છે જે અનુસંધાને હે.કો રવિન્દ્રભાઇ નુરજીભાઇને બાતમીદારથી બાતમી મળી હતી કે ભરુચમાં ન્યુ કસક મોજમખાનબાવાની દરગાહ પાસે રહેતી હસીનાબેન અબ્દુલ મુસા અરબ તેના રહેણાંક મકાનમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો રાખી અને વેચાણ કરે છે. જે આધારે પોલીસ ઇન્સપેકટર પી.એન.પટેલ અને પો.સ.ઇ કે.એમ.ચૌધરી તેમજ આર.એમ.વસાવા ભરૂચ શહેર સી-ડિવિઝન તથા એસ.ઓ.જી પોલીસ માણસોની ટીમે રેઇડ કરતા તેણીના રહેણાંક મકાનમાં આવેલ પતરાની અનાજ ભરવાની કોઠીના નીચે એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલીમાં ગેરકાદેસરનો ગાંજો ૧ કિલો ૨૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૮,૭૫૦/- તથા ઇલેકટ્રીક વજન કાંટો કિ.રૂ.૫૦૦/- તથા સેમસંગ કંપનીનો જુનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- મળી કૂલ રૂ.૯,૭૫૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા એન.ડી.પી.એસ.એકટ કલમ ૮(સી),૨૦(બી) મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેકટર એસ.એન.ગોહિલ ચલાવી રહ્યા છે.