Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચના અયોધ્યાનગર ખાતે એક મકાનમાં સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળી લાખોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર.

Share

ભરૂચના અયોધ્યાનગર ખાતે મકાન નં 2731માં રહેતા નિલેશ લીંબચીયાના પરિવારજનો આજરોજ બપોરના સમયે પાડોશીને ત્યાં દિવાળીના તહેવાર નિમિત્તે ફરસાણ બનાવવા ગયા હતા તે દરમિયાન ઘરમાં કોઈ ન હોવાનો લાભ લઇ અજાણ્યા તસ્કરોએ નિલેશ લીંબચીયાના મકાનને નિશાન બનાવ્યું હતું. દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ રકમ મળી લાખોના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ નિલેશ લીંબચીયાના પરિવારજનો ઘરમાં પરત આવતા તેઓએ સૌપ્રથમ દરવાજો તૂટેલી હાલતમાં જોતા જ ઘરની અંદર તરફ દોડી પહોંચ્યા હતા જે બાદ તેઓને ઘર વેર વિખેર હાલતમાં જોતા ચોરી થઈ હોવાનું જણાઇ આવ્યું હતું.

સમગ્ર ઘટનાની જાણ ભરૂચ શહેર એ’ ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગુજરાતનાં જુનાગઢ અને કચ્છ વિસ્તારને પાકિસ્તાનનાં નકશામાં બતાવાથી પાંચબતી સર્કલ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો.

ProudOfGujarat

ટિયર-2 નગરોએ ઈટીએફમાં વધુ રસ દર્શાવ્યો, 60% ઉત્તરદાતાઓને ઈટીએફ વિશે સારી સમજ

ProudOfGujarat

ગોધરા લધુમતી મોરચા દ્વારા મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે રકતદાન શિબીર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!