Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ:રોટરી ક્લબની પાછળ મારવાડી ટેકરા પાસેથી ઓટોરીક્ષા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ નાબૂદ કરવા સૂચના આપવામાં આવી છે.જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પો.સ.ઈ એ.એસ.ચૌહાણ તથા સ્ટાફના માણસો આજરોજ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પો.કો વિશાલભાઈને મળેલ બાતમી આધારે ભરૂચ શહેર રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા પાસેથી એક ઓટો રીક્ષા નંબર GJ-૧૬ Z ૨૪૩૨ માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે આરોપી અકરમ ઉર્ફે બકરો સલીમ શેખ રહે, બહારની ઉંડાઇ સ્વામિનારાયણ મંદિર પાછળ ભરૂચ ને ઝડપી પાડેલ છે.રિક્ષામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૯ જેમાં બોટલ નંગ-૨૪૦ તથા બિયર ટીન નંગ-૯૬ તથા એક મોબાઇલ તેમજ એક ઓટોરિક્ષા મળી કુલ ૮૮,૬૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી પો.સ.ઈ એ.એસ.ચૌહાણ,હે.કો અજયભાઈ,સંજયદાન,જયેન્દ્રભાઈ,પો.કો વિશાલભાઈ દ્વારા ટિમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

કરજણ ખાતે કોંગ્રેસ સમિતિની મિટિંગ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો હાજર રહ્યા હતા.

ProudOfGujarat

અંક્લેશ્વર ને.હા.ઉપરથી ઇકો કારના દરવાજઓમાં સંતાડી લઇ જવાતો ઇંગ્લીસ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

ગુજરાતમાં ધોરણ 1 થી 8 માં ગુજરાતી ફરજિયાત, વિધાનસભામાં સર્વાનુમતે બિલ પસાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!