દિનેશભાઇ અડવાણી
ભરૂચ શહેરમાં અઢી વર્ષ પેહલા બનેલા વોર્ડ નં-૬ કે જેમાં મક્તમપપુર,દુબઇ ટેકરી અને બોરભાઠા બેટ સહીતના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.તે વોર્ડ નં-૬ માં હાલ રસ્તાઓની હાલત દયનિય છે.નરક સમાન રસ્તાઓનો અનુભવ ભરૂચના આ વોર્ડ નં-૬ ના રહીશો કરી રહ્યા છે.મળેલ જાણકારી અનુસાર વોર્ડ નં-૬ માં આવેલ મકદૂમપાર્ક,નિસાર ફળિયું,સૈયદ વાડ,સાદાત નગર,ચીમન ટેકરી,નવી વસાહત,બોરભાઠા બેટ,ભક્તિ નગર,સહિતના વિસ્તારોમાં કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજની પાઈપલાઈન ૨૫ ફૂટ ઊંડી ખોદી નાખવામાં આવી હતી અને ત્યારબાદ માત્ર પુરાણ કરીને સંતોષ માનીને ચાલ્યા ગયા હતા.પરંતુ વરસાદ પડતા જ સમગ્ર રસ્તાઓ ઉપર કીચડ ફેલાઈ જતા વાહન ચાલકોને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે.આ રસ્તાઓ ઉપર રોજ ૫ થી ૭ જેટલા લોકો કીચડના કારણે પોતાનું વાહન સ્લીપ ખાઈ જતા કીચડમાં પડી રહ્યા છે પરંતુ નગર સેવકો કઈ જોવા તૈયાર નથી.નગરપાલિકાના અધિકારીઓને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી છે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવી છે.તેમજ નગરપાલિકાના અધિકારીઓને મેસેજ પણ કરવામાં આવ્યા હતા તેમ છતાં ધ્યાન ન અપાતા મક્તમપુરના રહીશો રોષે ભરાયા છે.વોર્ડ નં-૬ ના મક્તમપુરના રહીશો છેલ્લા ઘણા સમયથી કાદવ-કીચડના સામ્રાજ્ય વચ્ચે જીવતા લોકોનો રોષ આસમાને પોહ્ચ્યો છે અને તેઓ નગરપાલિકાના ચૂંટાયેલા નગર સેવકો કે જેઓ દેખાતા જ નથી તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને અધિકારીઓનો ઉધડો લેવાની તૈયારી કરી રહ્યા છે.
મક્તમપુર વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા અનુસાર ૨૫ ફૂટ ઊંડી પાઈપલાઈન નાખવામાં આવી છે જેની પોહળાય માત્ર ૧ ફૂટ છે અને દર ૩૦ મીટરે એક કુંડી બનાવવામાં આવી છે એટલે કે આ કામમાં ભ્ર્ષ્ટાચાર થયો હોવાની વાત લોકો કરી રહ્યા છે.૨૫ મીટરની ઉંડાઇ સુધી પાઈપ નાખીને તેને સીધા કસક વિસ્તારમાં લઇ જવાની તૈયારી કરવામાં આવી રહી છે.ત્યારે મક્તમપુર વિસ્તારની સોસાયટીઓનું ડ્રેનેજનું પાણી કસકમાં લઇ જવા માટે જે પાઈપ નાખવામાં આવ્યા છે તે માત્ર એક જ ફૂટ પોહળા છે.તો આ નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોની બુદ્ધિનું પ્રદર્શન નહિ તો બીજું શુ છે તેવું લોકો કહી રહ્યા છે.માત્ર ૧ ફૂટ પોહળાયની આ ડ્રેનેજ પાઈપ લાઈનમાં અસંખ્ય ઘરોના પાણી કેવી રીતે કસક સુધી પોહ્ચસે તે એક મોટો પ્રશ્ન છે.લોકો કહી રહ્યા છે કે આ પાઈપો વર્ષોથી પડી રહ્યા હતા અને કોન્ટ્રાક્ટરો પાસે કામ ન હોવાથી કોન્ટ્રાક્ટરને કામ આપીને રીતસરનો ભ્ર્ષ્ટાચાર એટલે કે પાઈપ વાળા સાથેનું સેટિંગ,કોન્ટ્રાક્ટર સાથેનું સેટિંગ થયું હોવાનું લોકો કહી રહ્યા છે.