Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલ એસ.બી.આઈ. બેન્ક નજીકથી એક ઈસમ દ્વારા સાયકલ ચોરી કરી જવાનો સી.સી.ટી.વી. વિડીયો થયો વાયરલ.

Share

ભરૂચ શહેરનો શક્તિનાથ વિસ્તાર એટલે લોકોથી ધમધમતો વિસ્તાર માનવામાં આવે છે. હાલ દિવાળી તહેવાર નિમિતે બજારમાં ભારે ભીડ હોવાથી આ વિસ્તારમાં લોકોની ખૂબ જ અવર-જવર રહે છે. તેમ છતાં પણ ગત રોજ સાંજના સમયે શક્તિનાથ વિસ્તારની એસ.બી.આઈ. બેન્કની નજીકથી એક ઈસમ સાયકલ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. એસ.બી.આઈ. બેંકની સામે આવેલ સરદાર શોપિંગ સેન્ટરના કોઈ ટ્યુશન ક્લાસમાં આવેલ એક વિદ્યાર્થીએ પોતાની સાયકલ પાર્ક કરી હતી. ત્યાં જ થોડા સમય પછી એક અજાણ્યો ઈસમ સાયકલની ઉઠાંતરી કરી ફરાર થઈ જાય છે. જ્યારે વિદ્યાર્થી બાળક ટ્યુશન બાદ પોતાની સાયકલ લેવા પાર્કિંગ પાસે આવે છે ત્યારે તેને ત્યાં સાયકલ નહીં જણાતા તેને ચોરી થઈ ગઈ હોવાનું અનુમાન લગાવ્યું હતું.

આ સમગ્ર ઘટનાનો સી.સી.ટી.વી. વિડીયો એસ.બી.આઈ. બેન્કના એ.ટી.એમ. સેન્ટર નજીક રાખવામાં આવેલ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ જવા પામ્યો હતો. ભરૂચ પોલીસ આવા ઇસમોને ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી કરે તેવી લોકમાંગ પણ ઉઠી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોને નોટબુક, પેન્સિલનું કરાયું વિતરણ.

ProudOfGujarat

ચંદની પડવાના તહેવારને લઈને સુરત પાલિકાએ માવાના સેમ્પલ લેવાનું શરૂ કર્યું

ProudOfGujarat

સુરેન્દ્રનગર જિલ્લાના ૨૯૭૮ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને હોમગાર્ડઝના જવાનોએ પોસ્ટલ બેલેટથી કર્યું મતદાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!