Proud of Gujarat
FeaturedGujaratINDIAWorld

ભરૂચ:વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીનો કાર્યક્રમ નર્મદા ટાઉનશીપ જીએનએફસી ખાતે યોજાશે.

Share

દિનેશભાઇ અડવાણી

૨૧ મી જૂનના દિવસે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વિશ્વ યોગ દિવસ ઉજવવા જાહેર કરેલ છે.જેના ભાગરૂપે આજરોજ કલેક્ટરર કચેરી – ભરૂચ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમના આયોજન માટે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાના અધ્યક્ષ સ્થા‍ને બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેક્ટર આઇ.જે.માળી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનના નિયામક શ્રી પરમાર, નાયબ કલેક્ટર ઝઘડીયા, પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા, એ.જે.કલસરીયા ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

ભરૂચ જિલ્લાનો જિલ્લાકક્ષાનો વિશ્વ યોગ દિવસ ઉજવણીનો કાર્યક્રમ તા.૨૧ મી જૂન સવારે ૦૬:૦૦ કલાકે નર્મદા ટાઉનશીપ, જીએનએફસી – ભરૂચ ખાતે યોજાનાર છે. સાથો સાથ સ્વામીનારાયણ મંદિર પરિસર, જે.પી.આર્ટસ કોલેજ – ભરૂચ, પ્રજાપતિ બ્રહ્માકુમારી – ઝાડેશ્વર, તપોવન સંસ્કૃત પાઠશાળા -ભરૂચ ખાતે યોગનો કાર્યક્રમ યોજાશે.

આ ઉપરાંત ભરૂચ તાલુકા કક્ષાએ ઝેડ.જે.પટેલ હાઇસ્કુંલ ત્રાલસા, મહારાજા કે.જી.એમ. વિદ્યાલય, અંકલેશ્વર તાલુકા કક્ષાએ ડી.એ.આનંદપુરા સ્પોકર્ટસ કોમ્પેલેક્ષ. જી.આઇ.ડી.સી. અંકલેશ્વર, જ્ઞાનદીપ સ્કુલ અંદાડા, જંબુસર તાલુકા કક્ષાએ કંબોઇ તથા કલક ખાતે, આમોદ તાલુકા કક્ષાએ સરભાણ સ્વામીનારાયણ મંદિર અને નાહિયેર ગુરૂકુળ ખાતે, હાંસોટ તાલુકા કક્ષાએ કાકાબા હોસ્પિેટલ, બીરલા સેલ્યુાલોઝ કંપની – ખરચ, વાગરા તાલુકા કક્ષાએ પી.જે.છેડા હાઇસ્કુલ દહેજ, શ્રીમતી એમ.એમ.પટેલ સાર્વજનીક હાઇસ્કુ્લ – વાગરા, ઝઘડીયા તાલુકા કક્ષાએ મહાલક્ષ્મી મંદિર ઝઘડીયા અને દીવાનજી ધનજીશા હાઇસ્કૂલ,ઝઘડીયા, વાલીયા તાલુકા કક્ષાએ ઔદ્યોગિક તાલીમ સંસ્થા – વાલીયા, શ્રી રંગનવચેતન વિદ્યામંદિર વાલીયા, નેત્રંગ તાલુકા કક્ષાએ એમ.એમ.ભક્ત્ હાઇસ્કુલ- નેત્રંગ, આદર્શ નિવાસી શાળા – નેત્રંગ ખાતે યોગ શિબિર યોજાશે.

ભરૂચ નગરપાલિકા કક્ષાએ માતરીયા તળાવ – ભરૂચ અને સી.એમ.પાર્ટી પ્લોટ સીવીલ રોડ – ભરૂચ, અંકલેશ્વર નગરપાલિકા કક્ષાએ જવાહરબાગ ભરૂચીનાકા પાસે અંકલેશ્વર, જીનવાલા સ્કુલ કંપાઉન્ડ અંકલેશ્વર, જંબુસર નગરપાલિકા કક્ષાએ સ્વાામીનારાયણ મંદિર હોલ જંબુસર, જે.એમ.શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જંબુસર, આમોદ નગરપાલિકા કક્ષાએ ચામડીયા હાઇસ્કુકલ આમોદ, શુભમ પાર્ટી પ્લોટ સરભાણ રોડ – આમોદ ખાતે યોગ શિબિર યોજાશે.

જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ, કોલેજો, આઇ.ટી.આઇ, ટેકનિકલ કોલેજો, નગરપાલિકાકક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ, દરેક ગ્રામ પંચાયત તેમજ જિલ્લાની શૈક્ષણિક – સામાજિક સંસ્થાિઓ ખાતેના કેન્દ્રો ઉપર યોગ શિબિર યોજાશે. વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ૧૨૮૧ યોગ કેન્દ્રો્ ખાતે યોગ શિબિર યોજાશે.જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાૂઓ સહિત સમાજના વિવિધ વર્ગોને જોડાવા અનુરોધ ર્ક્યો છે તેમજ સમગ્ર જિલ્લામાં જિલ્લાકક્ષા, તાલુકાકક્ષાએ, તમામ સ્કુલો – શાળાઓમાં અને સંસ્થાઓ દ્વારા યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

વાઇફાઇની સ્લો સ્પીડથી પરેશાન છો? તો આજે જ આ ટિપ્સથી હાઇસ્પીડ વાઇફાઇનો આનંદ માણો.

ProudOfGujarat

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રીજી.એસ.કુમાર વિદ્યાલમાં સાયન્સ શિક્ષક દ્વારા ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓને સૂર્યગ્રહણ દર્શન કરાવ્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને બીલીમોરા ખાતેથી ભરૂચ એલ. સી. બી. એ ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!