ઉનાળા વેકેશન ની રજાઓ બાદ આજ થી ફરી એકવાર શાળાઓમાં શેક્ષણિક કાર્યની શરૂઆત થઇ છે…આજ રોજ સવાર થી બાળકો શાળા ના વર્ગ ખંડો માં ઉત્સાહ ભેર પ્રવેશ કરતા જોવા મળ્યા હતા ….
શાળા માં કેટલાય બાળકો આજે પ્રથમ વખત તેઓના શેક્ષણિક કાર્ય ની શરૂઆત કરી હતી..તો બીજી તરફ નવા વર્ગ ખંડો માં ગયેલા બાળકોએ પોતાના સ્થાનો ગ્રહણ કરી લાંબા ગાળા શાળા માં પ્રવેશ બાદ મિત્ર મંડળ સાથે વેકેશન માં ફરવા ગયેલા સ્થળો માં માળેલા આનંદ અંગે એક મેક સાથે વાર્તા લાપ કરતા નજરે પડ્યા હતા ……..
નવા શેક્ષણિક સત્રના કાર્ય માટે કુમકુમ તિલક કરી શિક્ષકો દ્વારા શાળા માં આવતા બાળકો ને આવકાર્ય હતા જયારે ફરી એક વાર શહેર ના માર્ગો ઉપર થી વિદ્યાર્થીઓ ભરેલી ઓટો રિક્ષાઓ અને વાહનો ફરી થી રસ્તાઓ ઉપર જોવા મળી હતી……..

