દિનેશભાઇ અડવાણી
સરદાર સરોવર ડેમના ગેટ ખુલ્લા કરવા તેમજ ડેમ માંથી ૬ હજાર ક્યુસેક પાણી ડાઉનસ્ટ્રીમમાં છોડવા બાબતે ભરૂચ જિલ્લા માછીમાર સમાજ મહિલા શક્તિ સમિતી દ્વારા કલેક્ટર કચેરી ખાતે અનોખો વિરોધ પ્રદશન કરી જિલ્લા સમાહર્તાને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી.સરદાર સરોવર નર્મદા ડેમ માંથી પૂરતા પ્રમાણ માં જળ નર્મદા નદીમાં ન છોડવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમસ્ત માછી સમાજ મહિલા શક્તિ સમિતિ દ્વારા વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.મહિલાઓએ જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકીય નેતાઓના નામના પોસ્ટર સામે આરતી ઉતારી નર્મદા નદીમાં જળ મુદ્દે સ્થાનિક નેતાઓની કામગીરી ને નબળી ગણાવી હતી.
માછીમાર સમાજ નું જણાવવું છે કે છેલ્લા કેટલાય સમય થી માં નર્મદા નદીમાં જળ ઓછા થવાના કારણે તેઓની રોજી રોટી ઉપર પ્રશ્નો ઉભા થયા છે.સરકાર માં તેમજ સ્થાનિક રાજકણીઓને અનેક વાર રજુઆત કરવા છતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થઇ નથી અને નદીમાં પૂરતા પ્રમાણ માં પાણી આવતું નથી.સરકાર દ્વારા ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પરંતુ તે માત્ર ડેમ ના ૧૫ કિલોમીટર સીમિત જ રહ્યું છે.ભરૂચ ખાતે નર્મદા નદી હજુ પણ પાણી વગર ની છે તેવા આક્ષેપ કરી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી નર્મદા ના જળ લઇ જનાર રાજકારણીઓની આરતી ઉતારી તેઓની પાણી મુદ્દે ની નેતાગિરી ને વધાવી સ્થાનિક નેતાઓને નબળા ગણાવ્યા હતા.