Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ: છેલ્લા ૨૪ વર્ષથી પાસપોર્ટ ચીટિંગ ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના અને માર્ગદર્શન મુજબ નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ અન્વયે એસ.ઓ.જી ભરૂચના પો.સ.ઇ કે.એમ.ચૌધરી તથા પો.સ.ઇ એસ.એન.ગોહિલ તથા એસ.ઓ.જી પોલીસ માણસો એ.ટી.એસ ચાર્ટર મુજબની કામગીરીમા હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ રણજીતસિંહને મળેલ અંગત બાતમી આધારે ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ગુ.રુ.નંબર I ૧૪૬/૧૯૯૫ ઇ.પી.કો કલમ ૪૬૭,૪૬૮ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી મુસા ઈસપ અલ્લી સોજરા ઉંમર વર્ષ 72 મૂડ રહે,અકુજી સ્ટ્રીટ કંથારીયા તા.જી ભરૂચ હાલ રહે લાડાશેરી રૂવાપરી રોડ ભાવનગર જેને તારીખ ૧૩/૬/૨૦૧૯ ના રોજ શેરપુરા ચોકડી પાસેથી પકડી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧૨)આઈ મૂજબ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી એ.એસ.આઈ નટવરભાઈ મગનભાઈ,હેડ કોન્સ્ટેબલ રવિન્દ્રભાઈ નૂરજીભાઈ,હેડ કોન્સ્ટેબલ વરશનભાઇ શંકરભાઈ,પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ રણજીતસિંહ,પો.કો રાહુલભાઈ રાયજીભાઈ,પો.કો મહંમદ ગુફરાન મોહમદ આરીફ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

અશકય બન્યું શકય : વડોદરાનાં કરજણ તાલુકાના વેમાર ગામના એક ધરતીપુત્રએ પોતાના ખેતરમાં કરી સફરજનની ખેતી .

ProudOfGujarat

સુરત : રિટર્ન અને ઓડિટ રિપોર્ટની ડયુ ડેટ લંબાવવા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણને ચેમ્બરની રજૂઆત…

ProudOfGujarat

અંકલેશ્વરમાં વાહન ચોરીનું પ્રમાણ વધ્યું છે તમામ ધટના CCTV કેમેરામાં કેદ થઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!