Proud of Gujarat
FeaturedGujaratHealth

ભરૂચ:આજરોજ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં આવેલ સ્લમ એરિયામાં અર્બન હેલ્થ સેન્ટર દ્વારા દર ત્રણ મહિને મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવે છે. જેમાં સરકારશ્રી તરફથી આ મેડિકલ કેમ્પ માટે 5000 રૂપિયા જેવી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે. આજરોજ ભરૂચ શહેરમાં આવેલ ભીડભંજન ની ખાડીમાં હનુમાનજીના મંદિરે અર્બન હેલ્થ સેન્ટર દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં 100 થી વધુ દર્દીઓએ મેડિકલ કેમ્પનો લાભ લીધો અને મફત દવા તેમજ અન્ય સારવાર લીધી હતી. મેડિકલ કેમ્પ માં એમ.બી.બી.એસ ડૉ. પ્રિયા દેસાઈ, લેબ ટેકનિશિયન મનિષા લાઠીયા, ફાર્માશિષ્ટ પ્રિયંકા મહેતા અને આશા બહેનો એ દર્દીઓને સેવા બજાવી હતી. ભીડભંજન ની ખાડી વિસ્તાર માં સૌથી વધુ દર્દીઓ આજે ચામડીના રોગોના જોવા મળ્યા હતા.

Advertisement


Share

Related posts

સુરત જીલ્લાનાં બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

નર્મદા જિલ્લમાં આજે વિશ્વ યોગ દિવસે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો થયો શુભારંભ.

ProudOfGujarat

રાજકોટ : ફેંકી દેવાના ભાવ મળતા ખેડૂતોએ સાચે જ શાકભાજી રસ્તા પર ફેંકી દીધી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!