Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ચોરીના ગુનામા પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઈવ ચાલી રહી છે.જે અનુસંધાને પો.સ.ઈ વાય.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલૉ સ્કોડના સ્ટાફના માણસો ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે ઝઘડિયા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર ફર્સ્ટ ૪૪/૨૦૧૯ IPC કલમ ૩૭૯,૪૪૭,૧૧૪ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી સંતોષભાઈ મધુભાઈ ઉંમર વર્ષ ૨૬ રહેવાસી,જી-૩૨ પટેલનગર અંકલેશ્વર ભરૂચ,મૂળ રહે કરાંડેવાડી તાલુકો.સાંગોલા જિલ્લો.મહારાષ્ટ્ર સોલાપુર જેને ઝઘડિયા જીઆઈડીસી ખાતેથી આજરોજ સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી એચ.સી અનિલભાઈ રામજીભાઈ તથા એચ.સી જયેન્દ્રસિંહ મહોબતસિંહ તથા એસ.સી મગનભાઈ દોલાભાઈ તથા પી.સી ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીની વાઇલેન્ટ ઓર્ગોનિક કંપનીમાં કામ કરતા યુવકનું ગેસ લાગતા મોત.

ProudOfGujarat

ભરૂચના કોટપારસી વિસ્તારમાં આર. એસ. દલાલ હાઇસ્કુલ પાછળ ના માર્ગને ખુલ્લો કરવા કલેકટર સમક્ષ રજૂઆત

ProudOfGujarat

નર્મદામાં લગ્ન પ્રસંગના ગાઈડલાઈનની ઐસી કી તૈસી : નાંદોદ અને તિલકવાડા તાલુકામાં ૫૦ થી વધુ લોકો ભેગા કરી કોરોના સંક્રમણ વધારતા બે પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!