Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે તાલુકા દીઠ કૃષિ મહોત્સવ-૨૦૧૯નું આયોજન.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લામાં ખેડૂતોને આગામી ખરીફ સીઝનની પૂર્વ તૈયારી માટે વધુ અનુકુળતા રહે તે હેતુસર રાજય સરકાર ધ્વારા તાલુકા દીઠ કૃષિ મહોત્સવ-૨૦૧૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૬/૦૬/૨૦૧૯ અને તા.૧૭/૦૬/૨૦૧૯ નાં રોજ એક દિવસીય સેમીનાર અને પ્રદર્શન યોજાનાર છે. સેમિનાર સવારના ૯ થી બપોરના ૧ કલાક સુધીનો રહેશે. કૃષિ પ્રદર્શનનો સમય સવારના ૮:૩૦ થી સાંજના ૬:૦૦ કલાક સુધીનો રહેશે. ભરૂચ જિલ્લામાં તાલુકાવાર કૃષિ પ્રદર્શન અને સેમીનાર હાઇટેક હોર્ટીકલ્ચવર, પ્રોટેકટેડ કલ્ટી્વેશન, એપીકલ્ચાર અને ઓર્ગેનિક ફોર્મિંગના થીમ ઉપર ગોઠવવાનું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં તા.૧૬/૬/૨૦૧૯ના રોજ ભરૂચ ખાતે તથા તા.૧૭/૦૬/૨૦૧૯ નાં રોજ આમોદ, વાગરા, જંબુસર, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, વાલીયા અને ઝાઘડીયા ખાતે કૃષિ મહોત્સવ-૨૦૧૯ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં તા.૧૬/૦૬/૨૦૧૯ નાં રોજ ભરૂચ તાલુકાનો ફોર્મર ટ્રેનીંગ સેન્ટર ( એફટીસી ) – ભરૂચ ખાતે કૃષિ મહોત્સનવનો કાર્યક્રમ સવારના ૯ થી બપોરના ૧ કલાક સુધીનો રહેશે.

તા.૧૭/૦૬/૨૦૧૯ નાં રોજ આમોદ તાલુકાનો એ.પી.એમ.સી – આમોદ ખાતે, વાગરા તાલુકાનો એ.પી.એમ.સી – વાગરા ખાતે, જંબુસર તાલુકાનો તાલુકા પંચાયત – જંબુસર ખાતે, અંકલેશ્વર તાલુકાનો તાલુકા ખરીદ વેચાણ સંધના પાર્ટી પ્લો.ટ એ.ડી.દેસાઇ ખાતે ( એપીએમસીની પાછળના ભાગમાં )- અંકલેશ્વઅર ખાતે, હાંસોટ તાલુકાનો એ.પી.એમ.સી – હાંસોટ ખાતે, નેત્રંગ તાલુકાનો કે.વિ.કે – ચાસવડ ખાતે, વાલીયા તાલુકાનો એ.પી.એમ.સી – વાલીયા ખાતે, ઝધડીયા તાલુકાનો એ.પી.એમ.સી સબ યાર્ડ ઉમલ્લા ખાતે કૃષિ મહોત્સવનો કાર્યક્રમ સવારના ૯ થી બપોરના ૧ કલાક સુધીનો રહેશે.

કૃષિ પ્રદર્શનમાં અત્યાાધુનિક કૃષિ ટેકનોલોજીના તાલુકાદીઠ અંદાજીત ૧૫ થી ૨૦ પ્રદર્શન સ્ટોનલ ગોઠવવાનું આયોજન છે. જેમાં ફોર્મ મીકેનાઇઝેશન, હાઇટેક હોર્ટીકલ્ચલર, ડ્રીપ ઇરીગેશન, સોલાર સીસ્ટ્મ, સજીવ ખેતી, ડીજીટલ પેમેન્ટે, એગ્રો સર્વિસ પ્રોવાઇડર વગેરેના લાઇવ ડ્રેમોન્ટ્રેશન ગોઠવવામાં આવનાર છે. નવસારી કૃષિ યુનિવસીર્ટીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા સેમિનારમાં ખેડૂતોને વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવશે. કાર્યક્રમનું આયોજન દરેક તાલુકા સ્થનળ ઉપર કરેલ છે. તો જિલ્લાના તમામ ખેડૂતોમિત્રોને તેમના તાલુકાના કાર્યક્રમમાં ઉપસ્થિનત રહી લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત – ભરૂચ દ્વારા જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

ગોધરા : શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ દ્વારા ૭ દિવસીય એન.એસ.એસ. કેમ્પની કરાઇ પૂર્ણાહુતિ.

ProudOfGujarat

રાજપીપળામાં વિદ્યાર્થીઓએ રોડ પર બેસીને બસ રોકો આંદોલન કર્યું

ProudOfGujarat

અમદાવાદ-જગતપુર ના રેસિડેન્સી વિસ્તારમાં આવેલ બિલ્ડીંગના ફ્લેટમાં આગ થી અફરાતફરી સર્જાઇ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!