Proud of Gujarat
FeaturedCrime & scandalGujarat

ટંકારીયા ગામમાં નજીવી બાબતના ઝઘડામાં ભાઇના હાથે જ ભાઇનું કરૂણ મોત…

Share

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

ભરુચ તાલુકાનાં ટંકારીયા ગામે બે યુવાનો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી માંથી મોટો ઝગડો થયો હતો.આ સમયે નાનાં ભાઈનું ઉપરાણું લઈ હાથમાં લાકડાનો દંડો લઈ સપાટો મારવા જતા સામા વાળો ખસી જતાં નાના ભાઈના માથાના ભાગે લાકડાના દંડાનો સપાટો વાગી ગયો હતો આથી તેને ગંભીર ઇજાઓ થતાં તેનું મોત નિપજ્યું હતુ.

Advertisement

પોલીસ સુત્રો માંથી મળતી વિગતો અનુસાર ભરૂચના પાલેજ પોલીસ મથકની હદમાં આવેલા ટંકારીયા ગામના નાના પાદર ખાતે ગતરાત્રીના વિક્રમ ગુલાબભાઇ વસાવા રહે. ટંકારીયા તથા કલ્પેશ ઉર્ફે લાલા રમણ વસાવા રહે. ટંકારીયા નાઓ વચ્ચે કોઇ બાબતે ઝઘડો થયો હતો.ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા વિક્રમના મોટાભાઇ રાજુ ગુલાબ વસાવા રહે. ટંકારીયા નાઓએ વિક્રમનું ઉપરામણું લઇ કલ્પેશને રાજુએ પોતાના હાથમાં રહેલા લાકડાના દંડા વડે એક સપાટો બરડાના ભાગે માર્યો હતો.

ત્યારબાદ રાજુ કલ્પેશને બીજો સપાટો મારવા જતા કલ્પેશ ખસી જતા રાજુનો ભાઇ વિક્રમ જે બાજુમાં ઉભો હતો તેના માથાના ભાગે લાકડાનો દંડોવાગી જતા વિક્રમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા વિક્રમનું કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ પાલેજ પોલીસને થતા પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ કાયદેસરની કાર્યવાહી કરી મરણ જનાર વિક્રમના મૃતદેહનો કબ્જો મેળવી પી.એમ અર્થે પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. ઘટના સંદર્ભે પોલીસે રાજુની ધરપકડ કરી હતી.બનાવ સંદર્ભે ગુલાબભાઇ ચીમનભાઇ વસાવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભાઇના ઝઘડામાં ભાઇનું ઉપરામણું લેવા ગયેલા ભાઇના હાથે જ ભાઇનું મોત થતા પાલેજ પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી હતી.


Share

Related posts

ભાવનગર: તળાજા,મહુવા અને જેસરમાં અઢીથી ચાર ઈચ વરસાદ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર, ધારાસભ્યથી લઇ ન.પા નાં કર્મીઓ કોરોના પોઝીટીવ આવ્યાં.

ProudOfGujarat

ગોધરા એપીએમસી પણ કોરોના સામેની જંગમા બન્યું સહભાગી જાણો કેવી રીતે..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!