Proud of Gujarat
FeaturedGujarat

પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસ ધરપકડથી નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ.

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા I/C પોલીસ અધિક્ષક એમ.પી.ભોજાણીસા ની સુચના મુજબ ભરૂચ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ડ્રાઈવ ચાલી રહી છે.જે મુજબ પો.સ.ઇ વાય.જી.ગઢવી ના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલૉ સ્કોડના પોલીસ માણસો ઉમલ્લા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમી આધારે ઉમલ્લા પોલીસ સ્ટેશન ગુ.ર.નંબર III ૬૪/૨૦૧૮ પ્રોહી.કલમ ૬૫,૮૧ ઈ મુજબના ગુનામાં પકડવાનો બાકી આરોપી બેન સંગીતાબેન અજયભાઈ ખોડાભાઈ વસાવા રહે પાણેથા તાલુકો.ઝઘડિયા જીલ્લો.ભરૂચને પાણેથા ખાતેથી તારીખ ૧૦/૬/૨૦૧૯ ના રોજ સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડના અ.હે.કો મગનભાઈ દોલાભાઈ, પો.કો ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ,પો.કો દીપકભાઈ રાજેન્દ્રભાઈ,વુ.પો.કો નીતાબેન રમણસિંહ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

સુરત નજીક ઓલપાડના માસમા રોડ ખાતે ગેસની બોટલ ભરીને જતી ટ્રકમાં અચાનક આગ લાગી.

ProudOfGujarat

ડભોઇના વડોદરીભાગોળ આવેલ પૌરાણીક બદ્રીનારાયણ મંદિરનું જીર્ણોધ્ધાર કરવામાં આવ્યું છે.

ProudOfGujarat

ઝગડિયા ની સિકા ઇન્ડિયા પ્રા.લી. દ્વારા ગેરકાયદેસર નિકાલ કરેલ પ્રદુષિત વેસ્ટ અંકલેશ્વરના ભંગારના ગોડાઉનમાં ગેરકાયદેસર સંગ્રહ કરાયો.થયેલ ફરિયાદના અનુસંધાને જી.પી.સી.બી એ કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!