દિનેશભાઇ અડવાણી
સુરત ખાતે યોજાયેલ સુરત ડિસ્ટ્રિક્ટ શુટિંગ કોમ્પિટિશન જે રાજ્યકક્ષા ની ટુર્નામેન્ટ હતી તેમાં ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના છ શૂટરોએ કુલ ૧૬ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે. સુરત ખાતે 1 અને 2 જૂનના રોજ સુરત ડિસ્ટ્રિક્ટ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત રાજ્યના 12 જિલ્લાના 230 જેટલા શૂટરોએ ભાગ લીધો હતો.
જેમાં પીપ સાઇટ એર રાઇફલ પર સુજલ શાહે 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ, ઓપન સાઇટ એર રાઇફલ પર ખુશી ચુડાસમા એ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ, ઓપન સાઇટ એર રાઇફલ પર ધનવીર રાઠોડે 2 ગોલ્ડ 1 સિલ્વર મેડલ, એર પિસ્તોલ પર અધ્યયન ચૌધરીએ 1 બ્રોન્ઝ મેડલ, એર પિસ્તોલ પર પાર્થ રાજાવતે 1 ગોલ્ડ 1 સિલ્વર મેડલ, પીપ સાઇટ એર રાઇફલ પર ઉત્કર્ષ પાંડેએ 1 સિલ્વર મેડલ, પીપ સાઇટ એર રાઇફલ પર જાનવી પીનારા એ 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.
રાજ્યમાં સૌથી વધુ મેડલ મેળવનાર જિલ્લામાં ભરૂચ જિલ્લો કુલ 16 મેડલ મેળવનાર જિલ્લા તરીકે મોખરે રહેતા ભરૂચ જિલ્લાના દરેક શૂટરોને ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશન ના પ્રમુખ શ્રી અરુણસિંહ રણાએ આશ્વાસન આપી અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે અરુણસિંહ રણા ના પ્રમુખ પદ હેઠળ ભરૂચ ડિસ્ટ્રીકટ રાઇફલ એસોસિએશન સમગ્ર ભરૂચ જિલ્લામાં શૂટિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહેલ છે. કોચ મિત્તલ ગોહિલે અને ભરૂચ જિલ્લા રાઇફલ શૂટિંગ એસોસિએશન અને ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વર ના સાથ અને સહકારથી જિલ્લાના શૂટરોએ જિલ્લાનું નામ રોશન કર્યું છે.